પુડુચેરીના મુખ્ય પ્રધાનનો પડકાર :કેન્દ્ર સરકાર અમને કિન્નર જાહેર કરી શકે છે.

પુડુચેરીના મુખ્ય પ્રધાન નારાયણસામીએ એવો પડકાર ફેંક્યો હતો કે કેન્દ્ર સરકાર અમને કિન્નર જાહેર કરી શકે છે.

કેન્દ્ર અને પુડુચેરી વચ્ચેના મતભેદો હવે સપાટી પર આવી ગયા જણાતા હતા. વાસ્તવમાં આ મતભેદો રાજ્યપાલ કિરણ બેદી અને પુડુચેરી સરકાર વચ્ચેના છે.

હજુ બે દિવસ પહેલાં રાજ્ય સરકારે કિરણ બેદીને હિટલરની બહેન કહીને તેમની ટીકા કરી હતી. રાજ્ય સરકારનો એવો આક્ષેપ છે કે અમે લોકકલ્યાણની જે યોજના તૈયાર કરીએ છીએ એ બધી પર કિરણ બેદી કાતર ચલાવી દે છે.

એક જાહેર સમારોહમાં બોલતાં નારાયણસામીએ કહ્યું કે જીએસટી સહિત કેટલીય યોજના બાબતમાં કેન્દ્ર પુડુચેરી સાથે ઓરમાયું વર્તન કરે છે. પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ હોય એ પ્રકારનું વર્તન કેન્દ્રનું છે. આમ જ ચાલવાનું હોય તો બહેતર છે કે કેન્દ્ર અમને કિન્નર (ટ્રાન્સજેન્ડર ) જાહેર કરી દે.