તલોદમાં 86.82 MCM પાણી દર વર્ષે મોટાભાગે વરસાદની સિઝનમાં ભૂગર્ભમાં રિચાર્જ થાય છે. જેમાંથી સિંચાઈમાં 63.36 MCM પાણી વપરાઈ જાય છે. અને પિવા તથા ઉદ્યોગો માટે 4.17 MCM વપરાય છે. જે ઈ.સ.2025માં 7.54 MCM વધારો થવાનો છે. તેથી આ વિસ્તાર ભૂગર્ભ જળ માટે સેમી ક્રીટીકલ સ્થિતીમાં 2011ના જાહેર કરાયો હતો. ત્યાર બાદ અહીં એક કેમિકલ ફેકટરી આવતાં તે ફેક્ટરી પોતાનું પ્રદુષિત પાણી બાળીને નિકાલ કરવાના બદલે ભૂગર્ભમાં ઉતારી રહી હોવાથી આસપાસના એક કિ.મી.ના ભૂગર્ભના પાણી પ્રદુષિત થઈ ગયા છે અને કપાસ ઉગાડી સકાતો નથી. સાબરકાંઠાના તલોદ મજરા હાઈવે પર આવેલી એવન મીનરલ એન્ડ ફર્ટિલાઈઝર્સ કંપનીમાંથી જેટલું પણ ક્મિકલ યુક્ત પ્રદુષિત પાણી નિકળે છે તે ઊંધા બોરમાં જમીનમાં જ નાંખે છે, જે આસપાસના એક કિલો મિટર વિસ્તારમાં ભૂગર્ભ પાણીને પ્રદુષિત કરી દીધું છે. હવે ગંભીર બાબત એ છે કે, તલોદમાં કપાસ વિકાસ માટેના કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ સ્ટેશન દ્વારા અમેરિકાને પહોંચી વળે એવું બીટી કપાસનું બિયારણ વિકસાવ્યું છે. તે બિયારણ તો હવે અહીં કામ આવે તેમ નથી કારણ કે ખેડૂતો સિંચાઈ માટે ભૂગર્ભમાંથી પાણી મોટર દ્વારા બહાર કાઢીને ખેતરમાં પાકને આપે છે ત્યારે તે પાક બળી જાય છે. આસપાસના એક કિ.મી. વિસ્તારમાં સંપૂર્ણ વિનાશ થઈ ગયો છે. માણસ અને પશુ તે પાણી પી શકતા નથી. માનો કે આ ફેક્ટરી બંધ કરી દેવામાં આવે તો પણ વર્ષો સુધી આ પાણી વિનાશ વેરી શકે છે. તેનો વિસ્તાર એક કિ.મી.ના બદલે વધી શકે છે. આ ભયાનકતા જોઈને આસપાસના ખેડૂતો એકઠા થયા હતા અને ફેક્ટરી બંધ કરે દેવા માટે તલોક મામલતદારને રજૂઆત કરી છે. લેખિતમાં પણ આપી દીધું છે. આવી રજૂઆત 31 ઓગસ્ટ 2018ના દિવસે જ કરી છે એવું નથી, છેલ્લાં 5 વર્ષથી ખેડૂતો અને ગામના પશુપાલકો રજૂઆત કરી રહ્યાં છે તેમ છતાં એવન ફર્ટિલાઈઝર કંપની બંધ થતી નથી. હજુ પણ બંધ નહીં થાય એ ગામ લોકો જાણે છે. ગુજરાત ભાજપ સરકાર ઉદ્યોગ પતિઓની સરકાર છે. ખેડૂતો પાયમાલ થાય તો પણ તેમને તેનાથી કોઈ ફેર પડતો નથી. મૂડી વાદી સરકારે હોવાથી થોડા રૂપિયા માટે પણ આ ફેક્ટરી ચાલુ રાખશે. પણ કરોડોનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે અને ભૂગર્ભ જળ પ્રદુષિત થતું હોવા છતાં તે ફેક્ટરી બંધ નહીં કરે. ફર્ટિલાઈઝર કંપની રાસાયણિક ખાતર દ્વારા આમેય જળ અને જમીન પ્રદુષિત કરી રહી છે ત્યારે તેમને હવે ખેડૂતો તાળા બંધી કરે તો જ બંધ થઈ શકે તેમ છે.