બોટાદમાં હિરાઘસુની હત્યાના કેસમાં ભાણેજની ધરપકડ

બોટાદ,તા.12

બોટાદના બોડી ગામના વિપુલ ધલવાણિયા નામના યુવાનની હત્યા કરીને મૃતદેહને કારમાંથી ફેંકી દેવાયાની ઘટના ઘટી હતી. જેનો  ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં વિપુલભાઈને બેહોશ હાલતમાં ખસેડનાર તેના આર્મીમેન ભાણેજે જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે તેને પકડી લીધો છે. બોટાદ હીરાબજારમાં કામ કરતો  વિપુલ  મોડી રાત્રીના ઈકો કાર લઈને નીકળ્યો હતો. બાદમાં બોટાદ રોડ ઉપર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જોકે દવાખાને લઇ જવાતા તેને મરમ પામેલો જાહેર કરાયો હતો. વિપુલની પ્રેમસંબંધમાં હત્યા થઇ  હોવાનું બહાર આવ્યું હતું તેમજ તેમના ભાણા જયેશે જ હત્યા કરી હોવાનું ખુલ્યુ હતું.