ભિલોડાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ યુવકને કુંવારાનું સર્ટિફિકેટ અપાતા અચરજ : TDO તપાસના આદેશ આપ્યા

ભિલોડા, તા. ૧

ભિલોડા તાલુકાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળામાં ભાગ લેનાર અરજદારો માટે અપરણિત કે પરણિત અંગેનું સર્ટિફિકેટ રજુ કરવાનું હોય એક યુવકનું અપરણિત હોવા અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવતા સર્ટિફિકેટમાં સ્પેલિંગમાં ભૂલ હોવાની સાથે ઉચ્ચારણમાં પણ ભૂલ જણાતા સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં ભારે રમૂજ ફેલાઈ છે. તલાટીએ મેરેજ સર્ટિફિકેટ જે તે સંલગ્ન કચેરી તરફથી આપવામાં આવતું હોય છે, ત્યારે ગ્રામ પંચાયતના તલાટીએ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેતા તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાની રામેળા ગ્રામ પંચાયત દ્વારા કુંવારાનું સર્ટી આપવામાં આવ્યુ છે. સર્ટીફીકેટની નકલ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ગ્રામપંચાયતના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્વાભાવિક રીતે મેરેજ સર્ટીફીકેટ જે તે ઓથોરીટી દ્વારા અપાય પરંતુ કુંવારાનું સર્ટી વિવિધ માધ્યમોમાં વાયરલ થતા નવાઇ સાથે આશંકાનો વિષય બન્યુ છે. સાચું હોવા છતાં બનાવટી લાગતું સર્ટીફીકેટ તાલુકા પંચાયતને ખબર પડતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં તાજેતરમાં લશ્કરી ભરતી મેળો હોઇ અરજદારો માટે કુંવારા હોવાની ખાતરી મંગાવવામાં આવી હતી. આથી અરજદારોએ પોતાના ગામની પંચાયતમાં જઇ પોતે કુંવારો હોવાનો દાખલો કાઢી આપવા કહ્યું હતુ. આથી ભિલોડા તાલુકાની રામેળા ગ્રામ પંચાયતના ઓપરેટર અને તલાટીએ અંગ્રેજીમાં અનમેરીડ સર્ટીફીકેટ બનાવી આપતા સવાલો ઉભા થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કુંવારાના સર્ટીફીકેટ મામલે રામેળા ગ્રામ પંચાયતના તલાટી એ.યુ. પરમારે શરૂઆતમાં, કુંવારાનું સર્ટીફીકેટ મેં નથી આપ્યું નું રટણ ચાલુ કર્યા પછી અંતે ક્ષતિ રહી ગઇ હોવાનું જણાવી કુંવારાનું સર્ટીફીકેટ પોતે જ આપ્યું હોવાનું એકરાર કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

 ભિલોડા તાલુકા વિકાસ અધિકારી જણાવ્યા અનુસાર

રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ કુંવારા યુવકને અપરણિત તરીકે સર્ટિફિકેટ અંગે જણાવ્યું હતું કે, આ અંગે સંલગ્ન કચેરીના અધિકારીને તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવી તલાટી સીધી રીતે કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર એવું સર્ટિફિકેટ આપી શકતા ન હોવાનું જણાવ્યું હતું.