રાજકોટઃ વાણિયાવાડી વિસ્તારની સમર્પણ હોસ્પિટલ દ્વારા ઓપરેશનમાં મહિલાએ નિષ્કાળજી રાખી હોવાની ફરિયાદ નોંધાતાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી, ઉપરાંત ઓપરેશનમાં વાપરવામાં આવેલાં મશીન અંગે તપાસ હાથ ધરી છે.
રાજકોટની રહેવાસી મહિલા સમર્પણ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું, જે ઓપરેશનમાં ડોક્ટર દ્વારા બેદરકારી દાખવાઈ હોવાની મહિલાએ ફરિયાદ કરી હતી, જેના આધારે આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવ્યાં હતાં. આરોગ્ય વિભાગને કરેલી ફરિયાદ મુજબ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન અંગે તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈ જૂનું સોનોગ્રાફી મશીન મળી આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે આશરે 2 વર્ષ પહેલાં સમર્પણ હોસ્પિટલ સામે ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરાતું હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે આરોગ્ય વિભાગે 3 સોનોગ્રાફી મશીન સીલ કર્યાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોક્ટર દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસ કરાયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.