[:gj]મહેસાણા પાંચ વર્ષમાં 11603 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી [:]

[:gj]શિક્ષણ ક્ષેત્રે ઘણાં લાંબા સમયથી વાલીઓ જાણે હરીફાઈમાં ઉતર્યા હોય એ પ્રકારે મોંઘીદાટ અને જાણીતી શાળાઓમાં પોતાના બાળકોને એડમિશન લે છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી મહેસાણા જિલ્લામાં વાલીઓની માનસિકતામાં જાણે કોઈ ફેરફાર થયો હોય તેવું લાગી રહ્યું છે. હા ચોક્કસ આપને જાણીને નવાઈ લાગશે કે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં નબળા બાળકો આજે સરકારી શાળામાં સારો અભ્યાસ કરી રહ્યા છે.
સરકારી શાળાઓનું શિક્ષણ સ્તર ઘણું નીચી કક્ષાનું હોવાનું માનવામાં આવે છે અને આજ કારણોસર પોતાના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માંગતા વાલીઓ સરકારી શાળાના બદલે પોતાના બાળકનું એડમિશન ખાનગી શાળાઓમાં કરાવે છે. પરંતુ મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અવળી ગંગા શરૂ થઈ હોવાના આંકડા પ્રકાશમાં આવ્યા છે. જેમાં પાંચ વર્ષ દરમ્યાન 11603 બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જોકે વાત ચોક્કસ પણે ચોંકાવનારી છે પણ હકીકત સરકારી દફતરે જોવા મળી રહી છે. એમાં પણ ચાલુ વર્ષે 2328 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ એટલે શિક્ષણ ક્ષેત્રે અવળી ગંગા કહી શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. હંમેશા સારી, મોંઘી અને જાણીતી શાળાઓમાં અભ્યાસ કરાવતા વાલીઓ આજે સરકારી શાળા તરફ વળ્યા છે. આ પાછળના કારણોમાં ક્યાંક સરકારી શાળાઓમાં શિક્ષણ પદ્ધતિ બદલાઈ છે એને માનવામાં આવે છે. આ ઉપરાંત નબળા વિદ્યાર્થીઓ ઉપર સીધી દેખરેખ, વાલીઓની આર્થિક સ્થિતિ જેવી અનેક બાબતો જવાબદાર માનવામાં આવે છે.
વાત હવે જે પણ હોય પણ વાત ચોક્કસ છે કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. આ વાતને કોઈ નકારી શકે એમ નથી. પાંચ વર્ષમાં 11603 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો અને ચાલુ વર્ષે 2328 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ અર્થે આવ્યા છે. આમ,સરેરાસ દર વર્ષે 2320 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જે શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલી અવળી ગંગાની પ્રતીતિ કરાવે છે.[:]