મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદેએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં હાલમાં અંદાજે 1150 સિરામિક તેમજ તેને લગત આનુસંગિક ઉદ્યોગો કાર્યરત છે. હાલમા વૈશ્વિક મંદી અને વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ Anti-Dumping Duty ને લીધે મોરબી જિલ્લાના મોટા કદના સિરામિક ઉદ્યોગો મંદીના ભરડામાં સપડાઇ ગયેલ છે.
સિરામિક સેકટરના ઉદ્યોગો માટે ઉપરોક્ત ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અંતર્ગતની “Scheme for Incentive to Industries” માં 2 % વ્યાજ સહાય તથા પાવર ટેરીફ જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેતો, હાલના તબક્કે મંદીના ભરડામાં સપડાઇ ગયેલ સિરામિક ઉદ્યોગોને પુન: વેગવંતો કરી શકાય. જેથી સિરામિક ઉદ્યોગો માટે વ્યાજ સહાય અને પાવર ટેરીફ જેવી યોજનાઓ સત્વરે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે
તે ઉપરાંત દેશના નાણામંત્રી નિર્મલા સિતારમનને પત્ર પાઠવી જણાવ્યું છે કે સરકાર દ્વારા થોડા સમય પૂર્વે કોર્પોરેટ ટેક્ષમાં મોટી રાહત આપવામાં આવી છે અને ઉદ્યોગોને ઇન્કમટેક્ષ સહિતની રાહત આપવામાં આવી છે ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ જે મધ્યમ ઉદ્યોગમાં આવે છે તેને પણ આવા ટેક્ષ બેનીફીટ આપીને પ્રોત્સાહન આપી સકાય છે આવા પ્રોત્સાહનથી સિરામિક ઉદ્યોગનો વિકાસ ઝડપી થઇ સકે તેમ હોય અને હાલ મંદીના માહોલમાં રહેલ સિરામિક ઉદ્યોગને સંજીવની સમાન બની રહે તેમ હોવાથી આ અંગે યોગ્ય પગલા ભરવા અને ટેક્ષ બેનીફીટ લાભ આપવાની માંગ કરી છે