રાજકીય નેતાઓના અહંમથી દૂધસાગર ડેરી અમૂલથી અલગ થઈ પતન તરફ જશે

દૂધસાગર ડેરીના પૂર્વ વડા ડાયરેક્ટર વિપુલ ચૌધરી અને ભાજપ સરકારની લડાઈના કારણે દૂધસાગર ડેરી ખતમ થવા જઈ રહી છે. વિપુલ ચૌધરી પોતાના કૌભાંડો છાવરવા અને કૌભાંડો કરવા માટે દૂધ ઉત્પાદકોના હીતના બદલે પોતાના હીત માટે દૂધસાગર ડેરીને અમૂલથી અલગ કરીને પોતે સ્વતંત્ર ધંધો કરશે. તેની સામે રાજ્ય સરકાર અને ખાસ કરીને નિતીન પટેલે જે રીતે ડેરી અને વિપુલ ચૌધરી સામે કિન્નાખોરી રાખી છે તેના કારણે મહેસાણાની એક ડેરી ખતમ થવા જઈ રહી છે. ગુજરાતની 26 સહકારી ડેરીમાંથી મહેસાણા એક જ એવી ડેરી છે કે જેના પર ભાજપના નેતાનો કબજો નથી. ત્યાં એક સમયના શંકરસિંહ વાઘેલાના ટેકેદાર નેતા વિપુલ ચૌધરીની મંડળીનો કબજો છે. તેમની સામે અનેક કેસ સરકારે કર્યા છે.

ફેડરેશનના M.D. આર.એસ.સોઢીએ જાહેર કર્યું હતું, કે ડેરી GCMMF સાથે મળીને મહિને રૂ.300 કરોડનો વેપાર કરે છે. દૂધસાગર ડેરીએ વધારાનું રોકાણ કરતા ડેરીનું દેવું વધ્યું છે, તેમાં ફેડરેશનનો કોઇ વાંક નથી. ફેડરેશન સાથે છેડો ફાડીને તમે રૂ.1500 કરોડનું દેવું કેવી રીતે ચૂકવશો. સત્તાધીશોની અણઆવડતના લીધે ડેરીને નુકસાન થઇ રહ્યું છે. લાંબા સમયથી દૂધસાગર ડેરી જે કહી રહી છે, તે મામલે ફેડરેશનમાં સભ્યોને અમુક નીતિ નિયમોમાં સામેલ કરાયા છે.  ફેડરેશનના કારણે નહીં મહેસાણા ડેરીએ વધારાનું રોકાણ કરતા દેવુ વધ્યું છે. પુરતી દૂધની ખરીદી નથી થઈ પરંતુ હકીકત કંઇક બીજી છે. મહેસાણા અને પાટણમાં 8 લાખ લીટર દૂધ મેળવતી ડેરી છે. દિલ્હીમાં અમે મહેસાણાનું દૂધ લઈને ગયા હતા. મહેસાણાની ભેંસનું દૂધ સારામાં સારું છે. ત્યારબાદ અમે દિલ્હીમાં દૂધની જરૂરિયાત વધતા સાબર ડેરીનું દૂધ પણ લઈ ગયા હતા. મહેસાણા ડેરી ચલાવવા, પ્રોડક્ટ બનાવવા દૂધ તો જોઈએને. એપ્રિલમાં અમે ડેરીને રૂ.210 કરોડ આપી ચૂક્યા છીએ. રસ્તામાં માલ હોય તો પૈસા ક્યાંથી આપવામાં આવે.

મલ્ટી સ્ટેટમાં 20 હજાર લીટરથી વધુ નહીં જઈ શકે. બેંકના પૈસા, લાખો કર્મચારીઓનું શું થશે તે ચિંતાનો વિષય છે. ડેરીએ દિલ્હીમાં 18 કરોડનું ગેસ્ટ હાઉસ લેવાની શું જરૂર હતી ? અમદાવાદમાં મોંઘી ઓફિસ લેવાની શું જરુર છે.  ફેડરેશન કેમિકલની ખરીદી રૂ.60માં કરે છે. પણ દૂધસાગર ડેરી રૂ.80 ચુકવે છે. ડેરીમાં દૂધનો પાવડર બને છે, પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદી હોવાથી અમારો પાઉડર વેચાયો નહીં. પરંતુ મહેસાણાનો ત્રીસ હજાર કિલો પાઉડર વેંચ્યો છે. પરંતુ ફેડરેશનમાંથી નીકળીને દૂધનું ડેરી કરશે શું. બંને વચ્ચે હરિફાઈથી ગ્રાહક અને પશુપાલને ફાયદો થયો છે. તેમ ફેડરેશને કહ્યું હતું.