રાજુલામાં ધારાસભ્‍યએ સ્‍વખર્ચે ડાયાલીસીસ સેન્‍ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો

ગુજરાત સરકાર ડાયાલિસીસ સેન્‍ટર શરૂ કરતી નથી અને સ્‍વખર્ચે કરવાવાળાને પડતર રૂમો પણ આપતી નથી તેનું શું ? બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ 7પ0 કરોડના ખર્ચે બનેલી પ્રથમ હેલિપેડવાળી હોસ્‍પીટલના ઉદઘાટન પ્રસંગે એવું કહૃાું હતું કે દેશનાં 4પ0 જિલ્‍લાઓમાં ડાયાલિસિસ સેન્‍ટરો શરૂ કરવામાં આવ્‍યા છે. તે તમે કરેલું સારૂ કાર્ય છે. પણ ગુજરાતમાં ખાટલે મોટી ખોટ એ છે કે અહીં ગ્રામીણ વિસ્‍તારને સાંકળતા મોટા તાલુકા મથકોએ આવા ડાયાલીસીસ સેન્‍ટરો પ્રમાણમાં ખૂબજ ઓછા છે, રાજુલા જનરલ હોસ્‍પિટલનું નવું બિલ્‍ડીંગ દોઢેકવર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયુ છે તેજ જગ્‍યામાં હોસ્‍પીટલનું જુનુ બિલ્‍ડીંગ પણ ઉપલબ્‍ધ છે. રાજુલા-જાફરાબાદ, ખાંભા શહેર તાલુકા વિસ્‍તારોમાં ડાયાલિસિસના દર્દીઓની સંખ્‍યાનોંધપાત્ર છે તેવા દર્દીઓને ડાયાલીસીસ કરાવવા મહુવા કે સાવરકુંડલા જવુ પડે છે. રાજુલાથી મહુવા અને સાવરકુંડલાના માર્ગો અતિ બિસ્‍માર હાલતમાં છે તેમ છતાં પણ ખાવા દર્દીઓએ રોદા ખાતા ખાતા મારે મુશ્‍કેલી અનુભવીને ના છૂટકે જવું પડે છે. કારણ કે તેમને નિયમિત ડાયાલીસીસ કરાવ્‍યા વિના છૂટકો જ નથી આવી પડતી મુશ્‍કેલીઓની રજૂઆતો ધારાસભ્‍ય પાસે થતા અંબરીા ડેરે નાયબ મુખ્‍યમંત્રી અને આરોગ્‍ય વિભાગ પણ સંભાળતા નિતીનભાઈ પટેલ સમક્ષ લેખિત અને મૌખિકમાં અનેકવાર રજૂઆત કરી રાજુલા જનરલ હોસ્‍પીટલ ખાતે ડાયાલીસીસ સેન્‍ટર શરૂ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવા રજૂઆતો કરી પરંતુ અમલવારી નહિ થતા અંબરીષ ડેરે નિતીનભાઈ પટેલને રૂબરૂમાં મળી કહૃાું કે જો સરકાર રાજુલા ખાતે ડાયાલિસિસ સેન્‍ટર શરૂ કરવા ન માગતી હોયતો જનરલ હોસ્‍પીટલમાં વણ વપાર્યા વિના ના તાળાબંધ રહેતા બે રૂમો મને ફાળવો તો હું મારા ખર્ચે ડાયાલીસીસ સેન્‍ટર શરૂ કરાવી આ વિસ્‍તારના દર્દીઓને સહાય રૂપ બનું. પ્રત્‍યુતરમાં નિતીનભાઈએ કહૃાું તમનેખબર છે આ મશીન કેટલા રૂપિયામાં મળે છે, હાજરજવાબી અંબરીષ ડેરે કહૃાું ર0, રર લાખમાં તમે આવો ખર્ચો કરશો ડેરે તૈયારી બતાવી આ વાતને આજે છ માસ જેટલો સમયપસાર થયો પણ આજદિન સુધી સરકારે ન તો અહિંયાડાયાલીસીસ સેન્‍ટર શરૂ કરાવ્‍યું ના તો સ્‍વખર્ચે કરવાવાળાને રૂમો ફાળવી પરિણામ સ્‍વરૂપે અંબરીષ ડેરે રાજુલાની અનેકવિધ સામાજીક સંસ્‍થઓ સાથે જોડાયેલા બિપીનભાઈ લહેરીનો ડાયાલીસીસ સેન્‍ટર શરૂ કરવા માટે જગ્‍યાનીમાંગ કરતા લહેરીએ તેના ટ્રસ્‍ટપદ નીચેનું એક જુનુ મકાન આ માટે ફાળવ્‍યું જયા અત્‍યારે રિનોવેશનની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. આ કાર્ય પૂર્ણ થયે અહીં ડાયાલીસીસ સેન્‍ટર શરૂ થઈ જશે, આવું જ કંઈક રાજુલા ખાતે બલ્‍ડ સ્‍ટોરેજના પ્રશ્‍ને બન્‍યું હતું ધારાસભ્‍યના હસ્‍તે બ્‍લડ સ્‍ટોરેજખુલ્‍લુ મુકવાનું હતું તો ભાજપે વિરોધ કરી અટકાવ્‍યુંહતું આમ ગુજરાત સરકાર રાજકારણ વચ્‍ચે લાવી તબીબીક્ષેત્રે આ વિસ્‍તારને હળાહળ અન્‍યાય કરતી હોવાની છાપ ઉપસી છે.