મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલીકાઓ જ્યાં પીવાનું પાણી પૂરું નથી પાડતું ત્યાં પણ ટેક્સ વસૂલે છે તેમાં બંધારણીય રીતે વોટર ટેક્સ વસૂલી લે છે કોઈ જવાબદારી સ્વીકારતું નથી તેથી ઉલટું ચિત્ર પોરબંદરના રાણાબોરડી ગામનું છે. અહીં દરેક ઘરને નળ દ્વારા પીવાનું પાણી અપાય છે અને તે પણ વિનામૂલ્યે..!! બીજા શબ્દોમાં કહીએ તો પૈસાનો ય પાણીવેરો ઉઘરાવાતો નથી. સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અને માંડ ૨૧૦૦ – ૨૨૦૦ ની વસતિ ધરાવતા આ ગામે નાગરિક સુવિધાઓ માટે કંઈક અનોખું કરી બતાવ્યું છે અને એ માટે ગામને અનેક એવોર્ડથી સન્માનિત પણ કરાયું છે. આજે તો ગુજરાતનાં ગામડાંઓમાં ચૂંટણીઓનાં કારણે આંતરિક ખટપટ વધુ અને પ્રજાકીય કામો ઓછા એવી સ્થિતિ છે ત્યારે રાણાબોરડી ગામ રણમાં મીઠી વીરડી જેવું સાબિત થઈ રહ્યું છે. વિનામૂલ્યે પાણી, સોલાર સ્ટ્રીટ લાઇટ, ગટરની સુવિધા, પાકા ક્રોન્ક્રિટ રોડ (સીસીરોડ), આરોગ્ય-શિક્ષણની પૂરતી સુવિધા ઊભી થયેલી છે જેની નોંધ હમણાં રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે. દેશના 18 શ્રેષ્ઠ ગામ પૈકીનું આ ગામ છે.
ગામના સરપંચપદે સાગાભાઈ જીવાભાઈ મોરી છે. ઈલેક્ટ્રિકલ એન્જિનીયર એવા સાગાભાઈએ સરકારી – ખાનગી નોકરી સ્વીકારવાના બદલે ગામમાં રહીને યથાશક્તિ કામગીરી કરવાનું નક્કી કરેલું છે. વ્યવસાયે ખેડૂત એવા આ સરપંચ પ્રગતિશીલ ખેડૂત તરીકે ચીનની યાત્રા પણ કરી આવ્યા છે. હમણાં ગામને નવી દિલ્હીમાં યોજાયેલા એક સરકારી સમારોહમાં રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભાનો એવોર્ડ અને રૃા. ૧૦ લાખનો પુરસ્કાર અપાયો છે. એવોર્ડ વિજેતા ગામના સરપંચ સાંગાભાઈ કહે છે કે અમારા ગામમાં આંતરિક એકતાના કારણે ચૂંટણીની ખટપટમાં કોઈ પડયું નથી. અમારું ગામ ‘સમરસ’ બનેલું છે. ૧૫ વર્ષથી અહીં ચૂંટણી યોજાઈ નથી. અમારા ગામે અગાઉ ૨૦૦૧, ૨૦૦૬, ૨૦૧૧ના વર્ષમાં ‘સમરસ ગ્રામ’નો એવોર્ડ, ૨૦૦૮માં ‘નિર્મલ ગ્રામ’ અને ૨૦૧૨માં સ્વર્ણિમ ગ્રામનો એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. રાણાબોરડી ગામે પીવાના પાણી માટે ઘેર ઘરે નળ આવેલા છે. જેમાં નિઃશુલ્ક પાણી પુરવઠો અપાય છે. એટલે કે એકપણ રૃપિયાનો પાણીવેરો ગ્રામ પંચાયત દ્વારા વસૂલાતો નથી. ગામમાં પાણીના બોર પણ હોવાથી સરકારી પાણીની યોજના ઉપર આધારીત રહેવું પડતું નથી. વળી બોરનું જે લાઇટ બીલ આવે છે તેની રકમ ગ્રામ પંચાયત પાસેથી લેવાને બદલે સરપંચ પોતે ખુદની રકમ ખર્ચીને ભરી દે છે. ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આધુનિક સુવિધા અપાઇ છે. ગામમાં વધુ વીજ પાવર ન બળે, વીજ બિલ ન આવે તે માટે સોલાર લાઇટો મૂકવામાં આવી છે. આમ રાત્રે ગામમાં સોલાર લાઇટો ઝળહળી અંધારા ઉલેચે છે. માત્ર ૨૧૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં આદર્શ ગામને છાજે તેવી તમામ સુવિધા છે. ગામમાં સીસી રોડ, શાળા, આંગણવાડી ઉપરાંત આરોગ્ય અને ગટરની પણ સુવિધા છે.
સ્વચ્છ શક્તિ સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાણાવાવના બોરડી ગામના મહિલા સરપંચ લક્ષ્મીબેનનું જિલ્લા કલેક્ટર દ્વારા મહિલા સ્વચ્છતા ચેમ્પીયન સન્માન કરવામાં આવ્યું હતું.
ગામના સરપંચ ઈચ્છે તો ખરા અર્થમાં ગામને ગોકુળીયું બનાવી શકે. ચરિતાર્થ કર્યું છે રાણાબોરડી ગામના સરપંચ સાંગાભાઈ મોરીએ. સ્વચ્છતા, પીવાનું પાણી અને સુરક્ષાને લઈને તમામ સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ છે ત્યારે સ્વચ્છતાને લઈને વધુ એક સન્માન રાણાબોરડી ગામને મળ્યું છે. રાણાબોરડી ગામ જ્યાં દરેક રસ્તાઓ સીસી અને પેવર બ્લોકથી મઢેલા, દરેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ ઝળહળે છે તો કચરો એકત્રીત કરવા માટે ઠેકઠેકાણે ડસ્ટબીન, સોસખાડા એટલું નહીં ઘરે ઘરે શૌચાલય બનાવવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પીવાના પાણી માટે ઘરે ઘરે નળ કનેક્શનની યોજના, રસ્તા, પાણી અને લાઈટની પાયાની સુવિધા તો ખરી પણ સાથેસાથે ગ્રામજનોની સુરક્ષાને લઈને આખું ગામ સીસી ટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીનાં હસ્તે સરપંચને મોમેન્ટો અપાયો હતો.
રાણાવાવ તાલુકના ગામો
અજમાપા નેસ
અમરદડ
અણીયાળી
આંટી નેસ
આશીયાપાટ
બાપોદર
બેડાવાળો નેસ
ભોદ
ભોડદર
ભુખબરા નેસ
બિલેશ્વર
બોરડી
બોરીયાવાળો નેસ
છપ્પરવાળા નેસ
ડૈયર
દાંતણીયા નેસ
રાણા કંડોરણા
કરવલ નેસ
કઠીયો નેસ
ધરમપુર
ધોરીયા નેસ
ધોરીવાવ નેસ
ધ્રાફડીયા નેસ
ધુણા નેસ
દિગ્વીજયગઢ
દોલતગઢ
ફાટલ નેસ
ફુલઝર નેસ
ગંડીઆવાળો નેસ
હનુમાનગઢ
જાંબુ
ઝારેરા નેસ
કેરાળા
ખાખરાવાળા નેસ
ખંભાળા
ખારાવીરા ખુણાનો નેસ
ખારાવીરા નેસ
ખીજદડ
ખીરસરા
ખોડીયાર નેસ
કોઠાવાળો નેસ
કૃષનાય નેસ
મહીરા
મલેક નેસ
મોકલ
મોરીવીરડા નેસ
મુંજવાળો નેસ
પાદરડી
પીપળીયા
રામગઢ
રાણવા નેસ
સાજણાવાડા નેસ
સતવીરા નેસ
શેરમલકી નેસ
શેરમલકી ખુણાનો નેસ
ઠોયાણા
ઉમરીવાળા નેસ
વડવાળા-રાણા
વાળોત્રા
વીજફાડીયા નેસ
વનાણા
આદિત્યાણા