રાજ્ય સરકારની રૂ. ૨૦ કરોડની સહાયથી ડો. વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર બનશે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક) તરફથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણોને વિકસાવવા માટે વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટર શરૂ કરશે.
વિદ્યાર્થીઓમાં ઈનોવેશન, સમાજમાં વિવિધ સમસ્યાઓના ઉકેલ પર કામ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય મંચ આપવાના હેતુસર આ આયોજન હાથ ધર્યુ છે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સ્કૂલ ઓફ સાયન્સ પાસે અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સ્ટેન્શન ફોર રિસર્ચ એન્ડ ઈનોવેશનમાં આ સેન્ટરને કાર્યરત કરવામાં આવશે. ગુજરાત સરકાર, યુનિસેફ, ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આ સેન્ટરનો પ્રારંભ થશે. રાજ્યના વિવિધ જિલ્લાઓની ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ તેમજ આઈસીએસઈ બોર્ડની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણનો વિકાસ થશે.
જીયુસેક દ્વારા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચિલ્ડ્રન ઈનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ 974 વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેશે, જેમાં 480 જેટલા આઈડિયા પ્રસ્તુત થશે. આ કાર્યક્રમ અંતર્ગત બુટ કેમ્પ રાખવામાં આવ્યો છે. કુલ 30 જેટલા આઈડિયા શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને તે લોકોનું ફેલિસિટેશન પણ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ અને યુનિસેફના ઉપક્રમે યોજાયેલા રાજ્યકક્ષાના ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઇ વિજેતા થયેલી ૩૦ ટીમ્સનું ગાંધીનગરમાં અભિવાદન કર્યું હતું.
ઇઝરાયેલના સહયોગથી શરૂ થયેલા આઇ ક્રિયેટે નવોન્મેષી યુવાઓમાં ‘આઇ ક્રિયેટ – મેં ક્રિયેટ કર્યું’નો ભાવ જગાવ્યો છે તેની પણ પ્રશંસા કરી હતી.
ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલમાં ગુજરાતના ૨૨ જિલ્લામાંથી કુલ ૯૭૯ બાળકોએ ૪૭૮ ટીમ સ્વરૂપે ભાગ લીધો હતો. નવેમ્બર ૨૦૧૯માં યોજાયેલા બૂટકેમ્પમાં ૧૧૪ ટીમમાં ૨૧૬ બાળકો શોર્ટલિસ્ટ થયા હતાં. ટોચની ૩૦ ટીમમાં કુલ ૬૩ બાળકો પસંદગી પામ્યાં હતાં.