રાજીવ આવાસ યોજ (RAY)ના , BSUP, અને મુખ્યમંત્રી ગૃહયોજના (MGY) અતર્ગત કોન્ટ્રકટર એમવી ઓમની (MV omni Pvt.Ltd) દ્વારા કરેલા કામોમાં મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો જેમાં RAY માં રૂ.235 કરોડ અને BSUPની આવાસોમાં રૂ.249 કરોડ અને MGY માં રૂ.155.76ના કામો મળીને કૂલ રૂ. 639.76 કરોડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તે અંગે પગલાં લેવા માટે કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવત દ્વારા મેયર અને કમિશનર સમક્ષ માંગણી કરી છે. કરોડોના કૌભાંડ છતાં ભાજપે 23 જાન્યુઆરી 2019માં કૌભાંડ ઢાંકવા માટે ખડી સમિતિમાં દરખાસ્ત લાવી છે તે અટકાવી દેવા માટે માંગણી કરી છે.
કૌભાંડ પુરવાર થઇ ચૂક્યા હોવાથી 2014માં વડોદરા મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ચિન્નમ ગાંધી દ્વારા વિજીલન્સ તપાસની માંગણી કરેલી હતી. 2016માં વિપક્ષના નેતા ચંદ્રકાન શ્રીવાસ્તવ દ્વારા પણ અનેક વખત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી.
2016માં આંતરિક તપાસ સમિતિ બનાવીને જેનો અહેવાલ આપ્યો હતો. તપાસ સમિતિનો અહેવાલ આજ દિન સુધી સભામાં રજુ કર્યો નથી. સભામાં માંગણી કરી હોવા છતાં રજુ કરાયો નથી. ભ્રષ્ટાચારી કોન્ટ્રકટર એમવી ઓમની (MV omni)ને વધારાનું બીલ લગભગ રૂ.53 કરોડનું મંજૂર કરી દેવામાં આવ્યું હતું. જે કામ દોઢ વર્ષમાં પુરું કરવાનું હતું તે 4 વર્ષ પછી પણ અધુરૂં છે.
ડીપોઝીટ જપ્ત કરીને પેનલ્ટી કરવાની જગ્યાએ ખોટો ભાવવધારો મંજૂર કરવા આવ્યો હતો. નાણાં ચૂકવી દેવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓ અને અધિકીરઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે.
ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા એ છે કે કન્સલ્ટન્ટ દ્વારા આવાસ યોજનાના કોન્ટ્રકટમાં માટી કામના અન્ય વિકલ્પ રૂપે છારૂ, ઈંટ રોડા દ્વારા પુરાણ કરવાનું હતું. પણ ભ્રષ્ટ અધિકારીઓની મદદથી પીળી માટીથી પુરાણ કરી રૂ.24 કરોડનું વધારાનું માટી પુરાણ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ટેન્ડરમાં જે સ્થળે માટી નાંખવાની હતી તેના બદલે બીજી જગ્યાએ નાંખી છે. સાઈટ બદલાઈ અને ડિઝાઈન પણ બદલી કાઢવામાં આવી હતી.
કાર્યપાલક ઈજનેર ચારપોટને નોટીસ આપવામાં આવી હતી. અધિકારીઓ કે કોન્ટ્રાકટર MVOmni ની સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
23 જાન્યુઆરી 2019ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીગ કમિટીમાં નવી દરખાસ્ત મૂકી છે જે સ્પષ્ટ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપનારી છે. જેમાં ભ્રષ્ટ, બેદરકાર, ટેન્ડર પ્રમાણે કામ ન કરી શકનાર કોન્ટ્રાકટર MVOmni pvt ltdને બ્લેક લીસ્ટ કરી કાયદાકીય પગલાં લેવાને બદલે મદદ કરવાની વાત કરી શરમજનક કૃત્ય કર્યું છે.
અને કોર્પોરેશનના શાશક પક્ષ ના ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનો પુરાવો આપ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે કોન્ટ્રાકટર MVOmni નાનાણાકીય મુશ્કેલીમાં છે. જેથી એ સત્તાવાર કોન્ટ્રકટર કામ કરી શકે તેમ નથી તેથી કોન્ટ્રાકટર MVOmni એ સુચવેલા કોઈ અન્ય અંગત ત્રાહિત સબ કોન્ટ્રાકટરને RAY, BSUP અને મુખ્યમંત્રી આવાસ યોજનાનાં બાકી રહેલા કામ ફરીથી ટેન્ડર કરવાને બદલે પેટા કોન્ટ્રાક્ટને કામ સોંપી દેવાની દરખાસ્ત ભાજપ દ્વારા મૂકવામાં આવી છે. જે કાયદેસરની રીતે નિયમની વિરુદ્ધ અને ભ્રષ્ટાચારથી ભરેલી છે.
કોંગ્રેસની માંગણી છે કે,
- કોન્ટ્રાકટર MVOmni pvt ltdને કામની ખરાબ ગુણવતા, ભ્રષ્ટાચાર અને સમયમર્યાદામાં કામ પૂર્ણ નહિ કરવા માટે ત્તાકાલીક ટર્મિનેટ કરવા માં આવે.
- સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવના ના clause પ્રમાણે અને જે કોઈ નુકશાન VMC ને ભોગવવું પડ્યું છે અને ભવિષ્યમાં ભોગવવું પડે તેના તે વ્યાજ સાથેના નાણા તેની સપૂર્ણ જવાબદારી સાથે એટલે કે વિષ્થાપીતોના ભાડા, કામ પૂર્ણ કરવા માટે બાકી રહેલા કામ માટે રી ટેન્ડર સહિતનો વહીવટી ખર્ચ સહિતનો નો તમામ ખર્ચ MV Omni પાસે વસુલવામાં આવે.
- જે અધિકારી આ કૌભાંડ કર્યું છે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
- જે સબ કોન્ટ્રકટરનું કાયદાકીય અસ્તિત્વ જ નથી, તેની જવાબદારી કોણ લેશે? જેની પાસે ગેરકાયદેસર રીતે આવાસ યોજનાનું હલકી કક્ષાનું કામ આજ સુધી કર્યું છે, તે લોકો આ કામ હવે સારું કરશે તેવું કઈ રેતે કહી શકાય?
- ટેન્ડર વગર આટલું મોટું કામ એટલે કે નાણાકીય વ્યવહાર કોર્પોરેસનના નિયમ વિરુદ્ધ સબ કોન્ટ્રકટરને કામ કેવી રીતે આપી શકાય ?
- M V Omniને ભૂતકાળમાં ગેરકાયદેસર રીતે લેખિતમાં કામ પૂર્ણ કરવાની બાહેધરી પર VMCએ વિશ્વાસ કર્યા પછી પણ કામ પૂર્ણ કર્યું નથી ટેન્ડરના નિયમો વિરુદ્દ્ધ્દ ,કાયદા વિરુદ્ધ સ્થાયી સમિતિએ કોન્ટ્રાકટર MVOmni pvt ltdને કામની ખરાબ ગુણવતા, ભ્રષ્ટાચાર અને સમયમર્યાદામાં કામ પૂર્ણ નહિ કરવા માટે ત્તાકાલીક ટર્મિનેટ કરવા ની જગ્યાએ
- ભાવવધારો મંજુર કરીને જે ભૂલ કરી છે તેની નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ
- જે કામ બાકી છે તેનું ફીજીકલ અને નાણાકીય એસ્ટીમેટ કરીને ઝડપથી ટેન્ડર કરી આ કામ નો ઈજારો આપી કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી છે