રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી

20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છેતરપીંડી કરી છે. ભાજપે 20 વર્ષ સુધી રાજકારણ ખેલ્યું પણ સત્તા મળતાં ગુજરાતના લોકોથી પીઠ ફેરવી છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે રોજની ૧૨ જેટલી ટ્રેનો દોડી રહી છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે ત્રીજી લાઇન નાંખવાનું કામ પણ આજદીન સુધી શરૂ કરાયું નથી. જો વડું મથક આવે તો તે સમસ્યા દૂર થાય તેમ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન થયા ત્યારે તેઓ વારંવાર ગુજરાતના પશ્ચિમ રેલવેનું વડુ મથક આપવા માટે માંગણી કરતાં રહ્યા હતા. હવે તેઓ બધું ભૂલી ગયા છે. ગુજરાતને હવે તેઓ જ અન્યાય કરી રહ્યાં છે. તેમના અન્યાય સામે કોઈ બોલવા પણ તૈયાર નથી.