પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બનાવવું જોઈએ તેવી માંગણીઓ ચાલી રહી છે.