[:gj]રોજ 3 કરોડ લોકો આધાર વાપરે છે, 37 હજાર કરોડ વખત ઉફયોગ[:]

[:gj]પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શરૂં કરેલા આધાર કાર્ડનો ઉપયોગ રોજ 3 કરોલ લોકો વેરીફિકેશન દ્વારા કરી રહ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઑથોરીટી (યુઆઈડીએઆઈ)એ જાહેરાત કરી છે કે આધાર પરિયોજનાએ 125 કરોડનો આંક પાર કરવાની નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેનો મતલબ એ છે કે ભારતના 125 કરોડથી વધુ રહેવાસીઓની પાસે 12 અંકની ખાસ ઓળખ ઉપલબ્ધ છે.  આધાર-આધારિત પ્રમાણીકરણ સેવાઓની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 37,000 કરોડ વખત ઉપયોગ થઈ ચૂક્યો છે. વર્તમાનમાં યૂઆઈડીએઆઈનું પ્રતિદિન લગભગ 3 કરોડ પ્રમાણીકરણ અનુરોધ પ્રાપ્ત થઈ રહ્યો છે.

આ ઉપરાંત અત્યારે નાગરિક આધારમાં પોતાની વિગતોને અપટેડ કરવામાં ઘણા નાગરિકો ઈચ્છુક છે. યૂઆઈડીએઆઈએ અત્યાર સુધી લગભગ 331 કરોડ સફળ આધાર અપડેટ (બાયોમેટ્રિક અને જનસંખ્યાકીય)ની નોંધણી કરી છે. વર્તમાનમાં યૂઆઈડીએઆઈને રોજ લગભગ 3-4 લાખ આધાર અપડેટની અરજીઓ પ્રાપ્ત થઈ રહી છે.

આધાર એ ૧ર આંકડાનો વ્‍યક્તિગત ઓળખ નંબર છે, જે ભારત સરકાર વતી ભારતના યુનિક આઇડેન્‍ટીફીકેશન ઓથોરીટી- વિશિષ્‍ટ ઓળખ સત્તાતંત્ર- દ્વારા જારી કરવામાં આવે છે. આ આધાર નંબર ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ભારતમાં ગમે તે સ્થળે માન્ય છે.

દરેક આધાર નંબર દરેક વ્‍યક્તિ માટે અલગ અલગ હોય છે અને તે જીવન પર્યંત ચાલુ રહે છે. આધાર નંબર વ્‍યક્તિનેબેન્‍ક, મોબાઇલ ફોનના જોડાણ અને અન્‍ય સરકારી, બિન-સરકારી સેવાઓ માટે ઉપયોગી બને છે:

મોટા પાયા પર તેનું બેવડીકરણ થતું ટાળી શકાય છે તેમજ સરકારમાં અને ખાનગી ક્ષેત્રમાં ખોટી ઓળખ દૂર કરી શકાય છે. આમાં જે નંબર આપવામાં આવે છે તેમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ અને ભૌગોલિક વિસ્‍તાર પ્રમાણેનું વર્ગીકરણ શક્ય નથી.[:]