જો તમને પણ મોડીરાત સુધી લેપટોપમાં કામ કરવાની આદત છે અને કામ કર્યા બાદ તમે તેને યોગ્ય રીતે શટડાઉન નથી કરતા તો તમે ચેતી જજો … લેપટોપને યોગ્ય રીતે શટડાઉન નહીં કરવાની આદત ક્યારેય જ એક ઘટના દિલ્હીમાં રાજનગર એક્સ્ટેન્શનની રિવરહાઈટ સોસાયટીના સાતમાં ફ્લોર પર રહેનારા સોફ્ટવેર એન્જીનીયરના ઘરમાં ઘટી હતી.
મોડી રાત સુધી એન્જીનીયર લેપટોપને પોતાની પથારીમાં રાખીને કામ કરી રહ્યો હતો. થોડા સમય બાદ તે લેપટોપને ગાદલા પર જ રાખીને બીજા રૂમમાં ઉંઘવા જતો રહ્યો હતો. ત્યારબાદ લેપટોપ બ્લાસ્ટ થતા તેની પથારી બળીને રાખ થઈ ગઈ હતી. બીજા રૂમમાં સૂતેલા આ એન્જીનીયરને આ ઘટનાની જાણ સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ થઈ હતી. જ્યારે તેના રૂમ સુધી ધુમાડો આવ્યો ત્યારે તેને ઘરમાં કંઈક થયું હોવાનો અનુભવ થયો હતો. તેણે બીજા રૂમ માં જઈને જોયું તો તેનું લેપટોપ સળગી રહ્યું હતું. લેપટોપમાં લાગેલી આગના કારણે ગાદલું પણ આખું બળી ગયું હતું. રૂ જોઈને તે ખૂબ જ ડરી ગયો હતો. તેણે તાત્કાલિક ધોરણે પાડોશીને બોલાવીને સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ ર્દ્વારા ફાયરબ્રિગેડને આગ લાગી હોવાની જાણ કરવા માટે કહ્યું જોય-જોતામાં આગ તેના આખા ઘર સુધી પહોંચી ગઈ હતી.
ફાયરબ્રિગેડની ટીમે આવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ યુવકને પણ દોરડાની મદદથી ફ્લેટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.