[:gj]વડી અદાલત મલ્ટીપ્લેક્સ થિયેટર બંધ કરાવશે [:]

[:gj]પાર્કીંગના મુદ્દે રાજયની વડી અદાલતે સંચાલકોને કહ્યું હતું કે તેમની પાસે વાહન પાર્કીંગનો ચાર્જ વસુલવાની કોઈ સત્તા નથી. હાઈકોર્ટે ગેરકાયદે રીતે વાહન પાર્કીંગનો ચાર્જ વસુલતા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે પગલા લેવા માટે પોલીસ અને મનપા તંત્રને તાકીદ કરી છે. વાહન ચાલકોને રાહત મળી છે.

અગાઉ સુનાવણીમાં હાઈકોર્ટે મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને રાહત આપી હતી. મોલ-મલ્ટીપ્લેક્સમાં આવતા લોકો પાસેથી વાહન પાર્કિંગનો ચાર્જ વસુલ કરવા અને ચાર્જ નક્કી કરવાની સત્તાની માંગણી કરી હતી. મોલ બંધ કરવા અંગે હુકમ કરે તે પહેલા અરજદારોએ નિર્ણય લે. નહીં તો કોર્ટ મોલ-મલ્ટીપ્લેક્સ બંધ કરાવી શકે છે.

અગાઉ હાઈકોર્ટના આદેશના પગલે તમામ મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ફી કરવામાં આવ્યું હતું. જેની સામે અમદાવાદના સંચાલકોએ અરજી કરી હતી.  મોલ-મલ્ટીપ્લેક્સમાં સંચાલકો દ્વારા મનફાવે તે રીતે વાહન પાર્કિંગનો ચાર્જ વસુલવામાં આવતો હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો.[:]