શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે મહાનગરોના કમિશનર રહેશે

હાલ મોટા ભાગે શહે વિરાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે. તેના સ્થાને હવેથી જે તે મહાનગરના મ્યુનિસિપલ કમિશ્નર અધ્યક્ષ તરીકે રહેશે. જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટર મહેસૂલી કામગીરી સાથોસાથ રાજ્ય સરકારની અન્ય કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે તેથી આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે.
હવેથી અમદાવાદ (ઔડા), વડોદરા (વુડા), સુરત (સુડા), રાજકોટ (રૂડા), જામનગર (જાડા), ભાવનગર (બાડા), જૂનાગઢ (જૂડા) અને ગાંધીનગર (ગુડા)ના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો કાર્ય કરશે.
રાજ્યમાં શહેરી વિકાસ સંબંધિત કામગીરીમાં શહેરી વિકાસ વિભાગ અને શહેરી મ્યુનિસિપલ સત્તાતંત્રના વડા કમિશનર વચ્ચે સાતત્ય, સંકલન જળવાઇ રહે અને વિકાસલક્ષી કામો તથા શહેરી સુખાકારીમાં વધુ ત્વરિતતા અને ગતિ લાવવાના હેતુથી મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંકો કરવાનો નિર્ણય કર્યો છે.