ઉદેપુર ને.હા.નં-૮ પર ૬ કલાકના સમય ગાળામાં વાહનચાલકોની બેદરકારીની પગલે અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો શામળાજી પોલીસ સ્ટેશનના અને રતનપુર ચોકી પર ફરજબજાવતા એ.એસ.આઈ સુરેશ ભાઈ કાંતિભાઈ બારોટ ને પીક અપ ડાલાના ચાલકે અડફેટે લેતા પોલીસ કર્મચારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી હતી શામળાજી પીએસઆઈ સંજય શર્મા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ભારે હૈયે પોતાના કર્મચારીના મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુરેશભાઈ બારોટનું ફરજ દરમિયાન મોત નિપજતા તેમના માદરે વતન ઈટાડી ખાતે જીલ્લા પોલીસવડા મયુર પાટીલ સહીત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિતિમાં મૃતક એસ.આઈ.ને જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ નું અકસ્માતમાં મોત નિપજતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું એએસઆઈ ના પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં શામળાજી રેફરલ હોસ્પિટલમાં પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.
મોડાસા તાલુકાના ઈટાડી ગામના અને શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજબજાવતા એ.એસ.આઈ સુરેશભાઈ કાંતિભાઈ બારોટ સોમવારે રતનપુર ચેકપોસ્ટ પર ઉભી કરાયેલી ચોકીમાં ફરજ બજાવતા હતા રાત્રીના સુમારે ચાલતા પસાર થઇ રહ્યા હતા શામળાજી થી ઉદેપુર તરફ જઈ રહેલ પીકઅપ ડાલા (ગાડી.નં-GJ 31 T 0666 ) ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી સુરેશભાઈને ટક્કર મારતા પોલીસ કર્મચારીના માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી જતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે રતાપુર પોલીસ ચોકીએ ફરજબજાવતા સહ કર્મચારી મહેશકુમાર બાબુભાઇ રાવળની ફરિયાદના આધારે અકસ્માત સર્જી પીક અપ ડાલુ મૂકી ફરાર પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી પીકઅપ ડાલાના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.