સરકારી મિલ્કત જપ્ત કરવા કોર્ટે આદેશ કર્યા પણ સરકારે કોઈ નીતિ ન બનાવી

ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમ એવી ઘટના બની કે ગાંધીનગરની કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા સરકારી ઓફીસ ની સરકારી મિલ્કત જપ્ત કરવાના હુકમો કરવા પડ્યા. અદાલતે તો આદેશ કર્યા પણ સરકારે હવં પછી આવું ન થાય તે માટે નીતિ જ બનાવી નથી.
ખેડૂતો માટે સંવેદનશીલ હોવાની ભાજપ સરકાર ની વાતો પોકળ સાબિત થઇ અને ગુડ ગવર્નન્સ ના લીરેલીરા હોય તેવી પ્રથમ આ ઐતિહાસિક ઘટના સચિવાલયમાં જોવા મળી
ગાંધીનગર તાલુકાની ધોળાકુવા ગામના ખેડૂતોની જમીન સરકારે સંપાદન કરી હતી પરંતુ ખેડૂતોને જમીન સંપાદન નું નજીવું વળતર ચૂકવી દેતા રિસાયેલા ખેડૂતોએ જમીનનું વધારાનું વળતર મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની જંગ ખેલ્યો હતો જેમાં આખરે તેમનો આજે વિજય થયો હતો અને ન્યાય મળ્યો હતો
મળતી વિગતો અનુસાર ધોળાકુવા ગામના ખેડૂતોની સંપાદિત જમીન નું વધારાનું યોગ્ય વળતર મેળવવા સરકારના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી હતી પરિણામે મેળવવા માટે ધોળાકુવા ગામના ખેડૂતોએ સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની જંગ ખેલ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટ એ ખેડૂતોના હિતમાં ચુકાદો આપ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટ ના ચુકાદા બાદ પણ ખેડૂતોને ચૂકવવા પાત્ર થતી વધારાની રકમ મળી નહોતી પરિણામે ભોગ બનેલા ખેડૂતોએ આ રકમ મેળવવા ગાંધીનગરની કોર્ટમાં દરખાસ્ત કરી હતી જે અઢી વર્ષ સુધી ચાલતી હતી પરિણામે ગાંધીનગર સિવિલ જજ દ્વારા વધારાની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો જેમાં ઉલ્લેખ કર્યો હતો કે ખેડૂતોને ચૂકવવા પાત્ર થતી વધારાની રકમ સરકાર દ્વારા કોર્ટમાં જમા નહિ કરવામાં આવે તો જપ્તી વોરંટ ઇશ્યુ કરવામાં આવશે તેમ કોર્ટમાં હાજર રહેલા અધિકારીઓને પણ જણાવાયું હતું અને કોર્ટે કરેલા હુકમ ની જાણ પણ માર્ગ-મકાન વિભાગના સચિવને પત્ર દ્વારા કોર્ટે કરી હતી એટલું જ નહીં ભોગ બનનાર ખેડૂતોએ કોર્ટ સમક્ષ એવી કેફિયત રજૂ કરી હતી કે જમીન સંપાદનની વધારાની રકમ મેળવવા માટે અમે માર્ગ-મકાન વિભાગના સચિવને ત્રણથી ચાર વાર રૂબરૂ મળી અમારી રજૂઆત કરી હતી પરંતુ અમારી માગણીઓ માર્ગ મકાન વિભાગે સ્વીકારી ન હતી તો બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ માર્ગ મકાન વિભાગે હુકમ કરેલી રકમ કોર્ટમાં જમા કરાવી ન હતી પરિણામે ગાંધીનગર કોર્ટ દ્વારા આજે જપ્તી વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું જેના પગલે નવા સચિવાલય કેમ્પસમાં આવેલી પાટનગર યોજના વિભાગ 2 ની ઓફિસ નો સામાન કે જે સરકારી મિલકત છે તેને ટ્રકમાં ભરીને લઈ જવામાં આવ્યો હતો આ સામાન ની અંદર સોફા ટેબલ અને ખુરશીઓ ભરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ન્યાયાલય ના ચુકાદા નો જે રિપોર્ટ જજમેન્ટ છે તેનો અમલ સરકારના માર્ગ મકાન વિભાગે અઢી વર્ષ સુધી ટલ્લે ચઢાવ્યો હતો પરિણામે કોર્ટ દ્વારા શિક્ષાત્મક કડક દાખલારૂપ કાર્યવાહી આજે કરવામાં આવી હતી જેના કારણે સચિવાલયમાં સરકારની નીતિ અને કુંભકર્ણની નિદ્રામાંથી વહીવટી તંત્ર આજે પણ ઉંઘતું ઝડપાયું તો બીજી તરફ હજુ પણ ઘણા એવા કિસ્સા છે કે કાયદેસરના હકદાર ખેડૂતોને પોતાનો હક મેળવવા માટે સરકારી ઓફિસો અને સરકારી બાબુઓ પાસે ઠોકરો ખાઈ રહ્યા છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના સંવેદનશીલ સરકારની વાસ્તવિકતા આજે છતી થઈ ગઈ છે