સાત યુનિટોમાં મચ્છરો મળતા સીલ કરાયા

અમદાવાદ,તા.૧૬
શહેરમાં વધતા જતા મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા અમપા દ્વારા સોમવારે શહેરના સાત ઝોનમાં ૧૪૯ એકમોમાં તપાસ કરાઈ હતી.જે દરમિયાન ૪૯ એકમોને નોટીસ આપી સાત યુનિટોને સીલ કરાયા છે.રૂપિયા ૧.૪૦ લાખનો દંડ વસુલ કરાયો છે.નારણપુરાના મનોરમા પાર્ટી પ્લોટ,ખાડિયાના સુમેલ બિઝનેસ પાર્ક,ચાંદખેડાના સેન્ટ્રલ સ્કેવર સાઈટ,નરોડામાં મંગળજી સ્ક્રેપ કોર્પોરેશન,કુબેરનગરમાં અંજલી ખાલસા સ્કૂલ,બોડકદેવમાં હેતદીવ બાંધકામ સાઈટ, અને સરખેજમાં ટાટા પ્રોગેસીવ સર્વિસ સેન્ટરને સીલ કરાયા છે.