સોમનાથ ટ્રસ્ટ દ્વારા એચ.આઇ.વી – એઇડ્સની ગંભીર બિમારીને કેવી રીતે રોકવી તે બાબતે મંદિરમાં કામ કરતી 100 જેટલી મહિલાઓને સેમીનારમાં સાવધ કરાયા હતા. ટ્રસ્ટ એવું માને છે કે, એઇડ્સ જેવી ગંભીર પ્રકારની બિમારીમા વ્યાપક પ્રમાણમાં વધારો થતો હોય, તેને અંકુશમાં લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વિકાસ સમર્થન વેરાવળ તથા કોડીનારની અંદર છેલ્લા 9 વર્ષથી કાર્યરત નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સંચાલીત એઇડ્સ જેવી ગંભીર બિમારીને રોકવા પ્રવચન તથા મુવી, કાર્યુન ફિલ્મ 20 મીનીટની બતાવી માહિતગાર કરેલા હતા.