હાઈકોર્ટ દ્રારા ડોમિસાઈલ બાબતે સરકારને પાઠવવામાં આવેલ નોટિસ
એમ બી બી એસમા ચાલુ વર્ષે એડમિશન મેળવવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવેલી છે.
જેમાં ગત વર્ષે ડોમિસાઈલ સર્ટીને ફરજીયાત કરેલ હતું, જેમાં આ વર્ષે સરકાર તરફથી છેક પ્રવેશની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે તે વખતે જ અને બધાય વાલીઓ એ જ્યારે ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવી લીધા પછી નવું જાહેરનામું તા 15/06/2019ના રોજ બહાર પાડીને જણાવવામાં આવેલ છે કે જેને ફક્ત ધોરણ 12 ગુજરાતમાંથી પાસ કરેલું હોય, અને ધોરણ 10 ગુજરાત બહારથી પણ પાસ કરેલું હોય અને ગુજરાતમાં જન્મેલ હોય તેમને ડોમિસાઈલ સર્ટીની જરૂર નથી, આમ કરીને ડોમિસાઈલ માટેનો જે અગાઉ કડક નિયમ હતો તેને હળવો કરેલો છે. વળી બીજા રાજ્ય જેવાકે કોટા-રાજસ્થાન માંથી Neetનું કોચિંગ લઇ ગુજરાતની ડમી સ્કૂલમાં ધોરણ 12 પાસ કરેલ હોય તેમને માટે ગુજરાત પ્રવેશ આસાન કરી દીધેલો છે
આમ હળવો કરેલો આ ડોમિસાઈલના નિયમને વાલી વિદ્યાર્થીઑના ગ્રુપ દ્વારા ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળના પ્રમુખ ડો.કનુ ભાઈ જે. પટેલ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવેલો છે.
જે અંતર્ગત નામદાર હાઈકોર્ટ આ બાબતે સરકારને નોટિસ આપી જવાબ આપવા કયું છે ગત વર્ષે આટલો કડક નિયમ હોવા છતાંયે ખોટા ડોમિસાઈલ સર્ટી લાવી પ્રવેશ લેવાનો પ્રયત્ન થયો હતો. જયારે આ વખતે તો આ કડક નિયમને હળવો કરી દેતા અન્ય રાજ્ય માંથી ગુજરાત મા એડમિશન લેવાનો રસ્તો સરળ બનાવી દીધો છે
જો આમ થશે તો ગુજરાત ના વિદ્યાર્થીઓને ખુબજ મોટો અન્યાય થશે, અને બધા જ જાણે છેકે રાજસ્થાન નું મેરીટ ગુજરાત કરતા ખુબજ ઊંચું આવતું હોય છે. માટેજ વાલી ગ્રુપ દ્રારા ઉગ્ર માંગ કરાઈ રહી છે કે
1) ડોક્યુમેન્ટનું સરકાર દ્વારા જ વેરિફિકેશન(ખરાઈ ) કરવામાં આવે (જેવાકે બર્થ, લીવીંગ અને એકેડેમીક સર્ટિફિકેટ ) અને ખોટા સર્ટિફિકેટ લાવનારનું પ્રવેશ રદ કરી નામ જાહેર કરવામાં આવે
2) અગાઉ ના ડોમિસાઈલ ના કાયદા ને પાછો લાવવામાં આવે જેથી આસાન કાયદાનો લાભ લઇ એકાદ સર્ટિફિકેટ ખોટું લાવી થતા ખોટા એડમિશનને અટકાવી શકાય.
આ બાબતે સરકારમાં પણ વાલી મંડલ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવેલ છે. ડૉ. કનુ ભાઈ જે પટેલ, ગુજરાત રાજ્ય વાલી મંડળ, રાજ્ય પ્રમુખે જણાવ્યું હતું.