સ્વચ્છ ભારતનો સંદેશો લઈને આવેલ સાયકલ રેલીનું શામળાજી શ્યામલ વનમાં સ્વાગત

શામળાજી, તા.૧૨

સમગ્ર ભારતમાં જ્યારે સ્વચ્છતા અંગેનો લોક જુવાળ છે, ત્યારે  NCC વિભાગ  દ્વારા સમગ્ર ભારતમાં સાઇકલ રેલી દ્વારા સ્વચ્છતા અંગેનો સંદેશો ફેલાવવાનું આયોજન કરવામાં આવેલ છે, આ સ્વચ્છતા સાઈકલ રેલી મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશી અને ગુજરાત એન.સી.સી દ્વારા બેટન લઇ આ સંદેશો ગુજરાતના તમામ જિલ્લામાં પ્રસાર કરતા આ રેલી શામળાજી મુકામે આવી પહોંચી હતી. શામળાજી કૉલેજના કેડેટ્સ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે  શ્યામલ વન ખાતે અરવલ્લી જિલ્લાના એસપી મયુર પાટીલ, એસડીએમ  ઈલાબેન આહીર, NCC બટાલિયનના કર્નલ દ્વારા કેડેટ્સને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.