અમદાવાદ,તા:૩૦ કિશનના જણાવ્યા પ્રમાણે પહેલાંના જમાનામાં કંઈ પણ અશક્ય કામ હોય જે અહીંયા થઈ જતું હતુ. લોકોને નાટકમાં કામ કરવા કોઈ કલાકારના મળે, કોઈ એવી મૂતિર્ર્ હોય જે કોઈના બનાવી શકતું હોય, તો એ બધું જ કામ અહીંયા થઈ જતું હતું. અને એટલા જ માટે આ જગ્યાને હોલિવુડ નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક યુવતીએ અહીંયા હોલિવુડની અભિનેત્રીઓ જેવા અહીંયાની મહિલાઓનો ફોટા પાડ્યાં એટલે આ જગ્યા વધારે પ્રચલિત થઈ હતી.
ફોટો એક્સપ્રીમેન્ટના કારણે નામ પડ્યું
એવું કહેવાય છે કે કનાગી ખન્ના નામની એક ફેશન ફોટોગ્રાફરે 2011માં આ વસ્તીની સ્ત્રીઓના ફોટા લીધા હતાં. જેમાં હોલિવુડની જાણીતી અભિનેત્રીઓના ચર્ચાસ્પદ સિસ્ત ફોટા જેવાજ ફોટા બાવરી સમાજની મહિલાઓના પાડ્યા હતા જો કે પાછળથી એવું કહેવાવા લાગ્યું હતુ કે કનાગીના ફોટાના કારણે આ જગ્યાનું નામ હોલિવુડ પડ્યું છે. જો કે કનાગીએ અગાઉ સમાચાર માધ્યમોને આપેલા ઈન્ટપવ્યૂમાં આ બાબતને રદીયો આપ્યો હતો.
ઈતિહાસકાર શું કહે છે
ઈતિહાસકાર રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, આ જ્ઞાતિ લગભગ 80 વર્ષથી અહીંયા રહેતી હોવી જોઈએ કારણકે આઝાદી પહેલા તે લોકો ત્યાં રહે છે તે મને ખ્યાલ છે. બીજું કે આ લોકો ઉંચા કલાકાર છે. તે પછી એક્ટિંગમાં હોય કે બીજા કોઈ કામમાં અને તેજ કારણસર એ જગ્યાનું નામ હોલિવુડ પડ્યું.