જય હિંદ જય ભારત !
ડોક્ટર કુણાલ પટેલ અને કૂણાલ પટેલ ની ફેમીલી તરફથી મારા નાના ભાઈ હાદીક ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ આભાર.!
આજથી ટૂંક સમય પહેલા ગુજરાતની ધરતી પર એક એવા ધરતીપુત્રનો ઉદય થયો કે જેને ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સામાગ્ર દેશનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કરાવ્યું.માત્ર વર્ષ ૨૪ વર્ષની ઉમરમાં નવા-નવા જુવાનીમાં પ્રવેશેલા નવ યુવકો જ્યારે ભણતર પૂર્ણ કરીને પોતાના સુવર્ણ ભવિષ્યનાં સ્વપ્નો જોતા-જોતા આગળની કારકિર્દી માટે ભાગ-દોડ કરતા હોઈ છે અને સ્પર્ધાત્મક સમયમાં ટકી રહેવાના આયોજનો કરતા હોઈ છે તેવી ઉમરમાં એ ધરતી પુત્રએ સમાજને એક રાહ ચીંધતા અઘરા પથ પરનો વિકટ પરંતુ સચોટ નિર્ણય લીધો અને અલગ-અલગ ફાંટામાં વહેંચાયેલો સમાજ એક ચોક્કસ ધ્યેય સાથે એકજુટ થયો. એ નાવ્લોહિયો ધરતીપુત્ર એટલે “હાર્દિક ભરતભાઈ પટેલ”.
વિરમગામથી ૬ કિમી. દુર આવેલ ચંદ્રનગર નામના ગામામાં રહેતા અને કડી ગામે માતા ઉષાબેનની કુખે અવતરેલ મોનિકા નામની બહેનનો એકનો એક લાડકવાયો વીરો એક આંદોલનના કારણે ગુજરાતની લાખો બહેનોનો લાડલો વીરો બની ગયો અને ગુજરાતની પ્રજામાં એક નવચેતના જગાવી ગયો. તે હાર્દિક પટેલનો આજે ૨૪મો જન્મદિવસ છે. ૨૦-૭-૧૯૯૩ના દિવસે જન્મેલ હાર્દિક પટેલનું બાળપણ માધ્યમ વર્ગીય અને સંઘર્ષપૂર્ણ પરિવારમાં વીત્યું.સ્કુલના અભ્યાસકાળ દરમ્યાન વાંચવા-લખવા સિવાય ક્રિકેટના શોખે તેને ખડતલ અને સાહસિકતાનાં ગુણો શીખવ્યા.અમદાવાદની સહજાનંદ કોલેજમાં બી.કોમ. નાં અભ્યાસ દરમ્યાન તેના નેતાગીરી અને આગેવાનીનાં ગુણો પણ સામે આવ્યા.
પણ તેના જીવનમાં એક ઝંઝાવાત ત્યારે આવ્યો જ્યારે ૧૨માં ધોરણમાં ભણતી તેની લાડકવાયી બહેન મોનિકાને ૮૪% આવ્યા હોવા છતા યોગ્ય જગ્યાએ અનામત સીટોનાં કારણે એડમિશન ન મળતા હતાશ થવું પડ્યું. બસ……..!!! આ એક જ પ્રસંગથી હાર્દિકનું હૃદય હચ-મચી ગયું. વિચારોનું ઘોડાપુર તેના મન-મસ્તિસ્કમાં ઘુમવા લાગ્યું.જો મારા બહેનને ૮૪% આવ્યા હોવા છતા યોગ્ય જગ્યાએ એડમિશન ન મળતું હોઈ તો આખા ગુજરાતમાં મારી કેટલી બહેનો અને ભાઈઓ હશે ?? આ એક પ્રશ્ને હાર્દિકને આપ્યો અનામત આંદોલનની ધગ-ધગતી જ્વાળાઓને જન્માવવાનો અવસર.
સોશિયલ મીડિયાનો ખુબ ઉપયોગ કરીને સૌ પ્રથમ તો તેને પાટીદાર સમાજમાં રહેલા કડવા-લેઉવાનાં બે મુખ્ય ફાંટાઓને એક કર્યા.જે કાર્ય ખરેખર ખુબ જ ભગીરથી અને ચાતુર્ય માંગી લે તેવું હતું જે કામ હાર્દિકે સફળ કરી બતાવવા પોતાની જાતને હોમી દીધી.ગુજરાતનાં ઇતિહાસમાં અભૂતપૂર્વ કહેવાય તેવી રેલી અમદાવાદમાં કરી જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૫ લાખથી વધુ પાટીદાર સમાજની જનમેદની સ્વયંભુ ઉમટી હતી અને ગુજરાતની આનંદીબહેન પટેલની સરકારને હચમચાવી દીધી ત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ હાર્દિક ની ખુબ મોટી નોંધ લેવાઈ.
પોતાની માંગણી વ્યાજબી ઠેરવતા પુરાવા,તર્ક-વિતર્ક સાથે કરીને એવો તહેલકો મચાવ્યો કે,અનામતની આગની જ્વાળાઓ દેશના તમામ રાજ્યોના પાટીદારોના ઘર સુધી ભરડો લઇ ગઈ.અને ફક્ત્ત ગુજરાતમાજ નહિ પરંતુ અન્ય રાજ્યોમાં પણ હાર્દિકને સમર્થન મળતું રહ્યું.ઘણા રાજકીય પક્ષોએ હાર્દિકને પોતાની તરફેણમાં કરવાની કોશિષ નો દોર શરુ કર્યો.પરંતુ, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પ્રથમ સમાજના હિતને મહત્વ આપતો હાર્દિક એક પણ પક્ષ સાથે ન જોડાયો અને તમામ પક્ષના અનેક આગેવાનોના મનસૂબાઓને ઠાર કર્યા.રાજકીય કિન્નાખોરીથી તેના ઉપર કહેવાતો દેશ-દ્રોહનો આરોપ મુકીને તેને જેલમાં ધકેલી દેવાયો.અને જેલમાં અસહ્ય માનસિક યાતનાઓનો ભોગ બન્યા પછી હાર્દિક પડી ભાંગવાને બદલે વધુ પરિપક્વ થયો જેલવાસ પુરો થતાજ તેઓ ગુજરાત રાજ્યની બહાર ૬ મહિના તડીપાર કરાયો જો હાર્દિકનાં સ્થાને બીજો કોઈ યુવાન હોત તો,રાજકીય ષડયંત્રનો ભોગ બન્યાપછી ચુપ-ચાપ તેનું ઘર સાંભળી બેસી ગયો હોત પરંતુ આં પાણીદાર પાટીદારનો પુત્ર હાર્દિક પટેલ હતો.
હાર્દિકના આંદોલનને કારણે હેરાન-પરેશાન રાજકીય આગેવાનોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને હાર્દિકનાં અંગત ગણાતા કેટલાક સાથી મિત્રોને હાર્દિક વિરુદ્ધ કરી અને આંદોલન તોડવાના અને હાર્દિકને પછાડવાના અનેક નાકામ પ્રયત્નો કર્યા પરંતુ કહેવાય છે ને કે, રામ રાખે એને કોણ ચાખે? તે ઉક્તિ હાર્દિક પર સાર્થક થઇ અને યુવા શક્તિના સાથથી અનામતનો સમુદ્ર ખેડવા નીકળેલા હાર્દિકની નાંવનું તણખલું ય ન ખસ્યું અને અંતે તે પોતાની સ્વચ્છ છબી જાહેર કરવામાં સફળ થયો અને પાટીદાર સમાજ જ નહિ પરંતુ દરેક સમાજના હીરો તરીકે પ્રસ્થાપિત થયો. અને આજે પણ ક્યાય થી પણ અન્યાય નો અવાજ ઉઠે તો,આજે પણ ભોગ બનનારની વ્હારે દોડી જવામાં જરા પણ નાનપ અનુભવતો નથી.
આવનાર સમયમાં આવતી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં હાર્દિક તેનો પ્રભાવ અવશ્ય બતાવશે તેવા ડરે સતાધારી પક્ષ અને વિપક્ષ આજે પણ તેને મનાવવા લાઈનમાં ઉભા છે તેવી પ્રતિતિ થાય છે. પરંતુ હાર્દિકે પણ ક્યાંક લક્ષ્મણ રેખા આંકી હોવાનું હાલમાં જણાઈ રહ્યું છે.તેને અત્યાર સુધી તો કોઈ રાજકીય પક્ષ પાર નથી કરી શક્યો.આવા પનોતા પાણીદાર પાટીદાર ધરતીપુત્ર હાર્દિક પટેલનાં જન્મદિવસે સમગ્ર પાટીદાર સમાજ તેને શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક પોતાના મિશનમાં કામયાબ થાય તેવી માં ઉમા-ખોડલને પ્રાથનાં અને માંના ચરણોમાં વંદન.
✍🏻
લિખિત
ડો. કૂણાલ પટેલ, મહેસાણા
6352509238
“હાર્દિક પટેલને” જન્મદિન નીમીતિ હાર્દિક શુભ-કામનાઓ.
સોસ બાય વોસ્ટપ