સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક ટેન્કરો એસિડનું ખતરનાર પ્રદુષિત પાણી બહારથી લાવીને ઠાલવતાં પકડાયા હતા. છેલ્લાં 3 મહિનાથી અહીં બહારથી પાણી લાવીને ગટરમાં ઠલવી દેવામાં આવતું હતું. અહીં રોજનો હપ્તો રૂ.50 હજાર આપવામાં આવતો હોવાનું માનવામાં આવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષીત પાણી ઠાલવતાં બે ખટારાને પકડી લેવામાં આવ્યા છે. દરોડો પડાયો ત્યારે આંખોમાં બળતળા થતી હતી.
આ પ્રકારે બહારથી લાવવામાં આવતાં એસિડને સુરત કે આસપાસના વિસ્તારમાં ઠાલવવામાં આવતું હોવાના અગાઉ અનેક બનાવો બન્યા છે. હિન્દ એસિડમાં કામ કરતા હસમુખ પટેલની ધરપકડ કરી હતી. હિન્દ એસિડના માલિક મિતેશ ત્રિભુવન પટેલની સામે ગુનો નોંધ્યો હતો. પાંડેસરા જીઆઇડીસીના હિન્દ એસિડમાં છ ટેન્કર હાઇલી એસિડિક વેસ્ટનો નિકાલ કરવા આવ્યા હતા. જેમાંથી બે ટેન્કર ખાલી હતાં. ચાર ટેન્કરમાં એસિડિક વેસ્ટનું પાણી હતું. જે ચારેય ટેન્કરમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. સ્ટોરેજ ટેન્કમાં પણ પાણી સંગ્રહીને પછી છોડવામાં આવતું હતું.
ટેંકરોની સાથે પાઈપ જોડીને એક અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન દ્વારા આ એસિડ સીધું જ સુરત મહાનગર પાલિકા (સુમપા)ની ગટર લાઈનમાં ઠાલવી દેવાતું હતું. પછી વધું પાણી છોડવામાં આવતું હતું.
આ પ્રદુષિત પાણી ભરૂચ અને અંકલેશ્વરથી લાવવામાં આવતું હતું. ઝેરી વેસ્ટ કેમિકલ ભરી આવતાં ટેન્કરોમાંથી ઝેરી કેમિકલ સીધુ મહાનગરપાલિકાની ગટરલાઇનમાં છોડવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલતું હોવા છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ જ પગલાં લેવાયા ન હતા.
હિન્દ એસિડના કર્મચારી હસમુખ પટેલ અને ટેન્કરના બે ડ્રાઇવર જગદીશ અમૃતલાલ પાલ અને પ્રેમચંદ જકીલાલ પાલની ધરપકડ કરી હતી. જે મૂળ ઉત્તર પ્રદેશના છે. ત્રણ મહિનાથી ભરૂચ-અંકલેશ્વરથી કેમિકલ લાવી ડ્રેનેજલાઇનમાં ઠલવાતું હતું. જેમાં મોટો હપ્તો અધિકારીઓ સુધી પહોંચતો હતો. મિતેશભાઇ ત્રિભુવનભાઇ પટેલ કે જે સુરતના ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં રહે છે. જેમની માલિકી છે.