અંબાજીની બસોને રોજનું 1 લાખનું નુકસાન, મુસાફરો કેમ ઘટી ગયા ?

પાલનપુરથી અંબાજી વચ્ચેનો માર્ગ ચાર માર્ગિય બનાવવામાં આવી રહ્યો છે. દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલી કામગીરીને કારણે અંબાજીની બસોને રોજનું એક લખનું નુકસાન થાય છે.  વાયા હડાદ તેમજ વિરમપુર થઈને જવું પડે છે. તેથી એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

યાત્રિકો લાંબા માર્ગના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોજ એક લાખ રૂપિયા જેટલી ખોટ તંત્ર ભોગવી રહ્યું છે. એ સાથે જ મુસાફરોમાં 35 ટકાનો ઘટાડો થયો છે.

ત્રિશૂળીયા ઘાટના અકસ્માતો ઘટાડવા ચાર માર્ગિય કરી ઘાટને નીચે ઉતારવામાં આવી રહ્યો છે. 31/1/2020 સુધી દાંતાથી અંબાજી વચ્ચેનો માર્ગ બંધ કરવાનો હૂકમ કર્યો છે. તેની સીધી અસર ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહારની આવક ઉપર પણ પડી રહી છે. દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલ કામગીરીને કારણે અંબાજી થી ઉપાડતી અને આવતી બસો વાયા હડાદ તેમજ વિરમપુર થવાને કારણે એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.