અંબાતી રાયડુએ ફરી ક્રિકેટને કહ્યું અલવિદા, ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો

હૈદરાબાદ,તા.25
ટીમ ઇન્ડિયા નો મિડલ ઓર્ડરના બૅટ્‌સમેન અંબાતી રાયડુ ફરી ચર્ચામાં છે. રાયડુએ રણજી ટ્રોફીના આગામી સત્રમાં રમવા માટે પોતાને ગેરહાજર બતાવ્યો છે. આટલું જ નહીં તેણે ટવિટ કરીને હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનમાં ભ્રષ્ટાચાર ના ગંભીર આરોપ લગાવ્યા છે. રાયડુએ તેલંગાણાના મંત્રી કેટી રામા રાવને આંધ્ર પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશન માં ભ્રષ્ટાચાર રોકવાની અપીલ કરી છે. રાયડુએ આરોપ પોતાની જાહેરાતના એક દિવસ પછી લગાવ્યા છે. જેમાં તેણે હૈદરાબાદ માટે પ્રથમ શ્રેણી ક્રિકેટથી કેટલાક મહિનાનો બ્રેક લેવાની વાત કરી છે.

અંબાતી રાયડુએ ભલે વ્યક્તિગત કારણોથી હવાલો આપી પ્રથમ શ્રેણી ક્રિકેટથી બ્રેક લેવાની વાત કરી છે. જાકે તેના ટવિટ પછી હાલાત બીજી તરફ ઇશારા કરે છે. જેમાં અંબાતી રાયડુએ કહ્યું હતું કે હેલ્લો સર હું તમને હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને રોકવાની અપીલ કરું છું. જ્યાં સુધી હૈદરાબાદ ક્રિકેટ ટીમમાં પૈસા અને ભ્રષ્ટ લોકોને દખલ જારી રહેશે ત્યાં સુધી કેવી રીત એક શાનદાર ટીમ બની શકે છે. રસપ્રત વાત એ છે કે આઈસીસી વર્લ્ડ કપ માટે પોતાની સ્થાને વિજય શંકરની ટીમ ઇન્ડિયામાં પસંદ કરાતા નિરાશ થઈને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર નિશાન સાધતા થ્રીડી ચશ્માના ટવિટ પછી રાયડુનું આ પ્રથમ ટવિટ છે.

૩૪ વર્ષના અંબાતી રાયડુની વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થઈ ન હતી. આ પછી તેણે નારાજ થઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જાકે પછી ઓગસ્ટમાં તેણે નિવૃત્તિને ભાવનાઓમાં લેવાયેલ નિર્ણય ગણાવીને મેદાન ઉપર વાપસી કરી હતી. નિવૃત્તિ પછી વાપસી કરતા વિજય હઝારે ટ્રોફીમાં ૭ ઇનિંગ્સમાં ૨૩૩ રન બનાવ્યા હતા.