[:gj]સુરજમુખીની ખેતીમાં ગુજરાત ફરી એક વખત અવલ્લ બની શકે છે[:]

Gujarat may once again be a staple in the cultivation of sunflower

[:gj]ગાંધીનગર, 17 એપ્રિલ 2020

ગુજરાતમાં સૂર્યમુખી-સનફ્લાવરની ખેતી હવે સદંતર બંધ થઈ ગઈ છે. દેશના અડધા પ્રદેશોમાં તેની ખેતી થાય છે. વર્ષે રૂ.1500 કરોડની ખેત પેદાશ ધરાવતાં પાક સૂર્યમુખીનું ગુજરાતમાં હાલ કોઈ ઉત્પાદન થતું નથી. ગુજરાત જે રીતે તલ, મગફળી, એરંડીના તેલમાં અવલ્લ છે તેમ સૂર્યમુખીના તેલમાં 0 છે. ખેતી નેસ્તનાબૂદ થઈ જવી તે ગુજરાત માટે એક અનોખો વિક્રમ છે.

પણ હવે કેટલાંક નવા સંશોધન થયા છે તેમાં જો મફળીના પાકમાં વાવવામાં આવે તો સારું ઉત્પાદન મળવા લાગ્યું છે. તેથી હવે ગુજરાતમાં ફરી એક વખત સૂરજમુખીની ખેતી થઈ શકે એવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યાં છે.

ખેતી બંધ થવાના કારણો

પરાગનયનની મોટી તકલીફ, મજૂરી ઊંચી, વેચાણ વ્યવસ્થા નબળી, દક્ષિણ ભારત જેવા વધું ઉત્પાદન આપતાં બિયારણ વિકસાવી શકાયા નથી. મગફળી અને તલના કારણે તેલનું બજાર નરમ. ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. ઓછું ઉત્પાદન. રોગચાળો વધી ગયો છે. 3 મહિનામાં બીયાથી તેલ કાઢી લેવું પડે છે. આ બધી મર્યાદાના કારણે ગુજરાતના ખેડૂતોએ સૂરજમુખી તેલીબીંયાની ખેતી સદંતર બંધ કરી દીધી છે.

કર્ણાટક આગળ

કર્ણાટકમાં આખા દેશનું 50 ટકા ઉત્પાદન કરીને રૂ.748 કરોડની આવક મેળવે છે. દેશમાં કર્ણાટક સૂર્યમુખી પેદા કરતો પ્રદેશ બની ગયો છે. અમેરીકા, સોવિયત સંઘ, જર્મની, ભારત અને ચીન મુખ્ય ઉત્પાદક દેશ છે.

ગુજરાતમાં સૂર્યમુખી પાકની શક્યતા

કચ્છ, જામનગરમાં ઓછો વરસાદ કે અનિયમિત પડે છે ત્યાં આ પાક સારી રીતે લઈ શકાય તેમ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી પાકની વચ્ચે એક મહિના બાદ ઓછી ઊંચાઈના સૂર્યમુખી છોડને આંતર પાક તરીકે સફળ થયો છે. જેમાં મગફળીની સાથે વધારાનું ઉત્પાદન મળતું હોવાના જૂનાગઢના વિજ્ઞાનીઓના પ્રયોગ સફળ થયા છે.

ક્યાં થઈ શકે

સૂર્યમુખી ટૂંકા ગાળામાં તૈયાર થઈ જાય અને ભેજ સહન કરી શકે તેવો પાક છે. આંતરપાક તરીકે અનુકૂળ આવે તેમ છે. ક્ષાર સહન કરવાની શક્તિને લીધે આ પાક ખારા પાટ, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકા, જામનગર, અમદાવાદના ભાલ, પોરબંદરના ઘેડ જેવા વિસ્તારમાં સારી રીતે લઈ શકાય તેમ છે.

ઉપયોગ

રિંગ આકારે ગોઠવાયેલા નાના ફૂલો એકબીજા સાથે 137.5 અંશને ખૂણે હોય છે. તેમાં જે બી બને તેનું તેલ કાઢવામાં આવે છે. બીનો લોટ બને છે. બી ઔષધોમાં વપરાય છે. સૂર્યમુખી ઝેરનું શોષણ કરે છે. જમીન તેમજ પાણીમાંથી સીસું, આર્સેનિક કે યુરેનિયમ શોષી લે છે.

સૂર્યમુખીની વાવણી માટેનો શ્રેષ્ઠ મોસમ ફેબ્રુઆરીના 15 દિવસ પછી છે.

પરાગનયન

ગર્ભાધાનની પ્રક્રિયા ન થાય તો, બીજનું ઉત્પાદન થતું નથી. તેથી નર માદા છોડ-ફૂલને એક બીજા સાથે નરમાશથી મેળવવા પડે છે. જેની મજૂરી વધી જતી હોવાથી ગુજરાતમાં તેની ખેતી સદંતર બંધ થઈ ગઈ છે. જોકે, હેક્ટર દીઠ મધમાખીનાં 5 પેટી રાખવામાં આવે તો પરાગનયન સારી રીતે થઈ શકે છે.

તેલ – ઉત્પાદન

તેના બીમાંથી 3 મહિનાની અંદર તેલ કાઢી લેવું પડે છે નહીંતર તે તેલ કડવું નીકળે છે. દેશી સૂર્યમુખીનું પ્રતિ હેક્ટર 12 થી 15 ક્વિન્ટલ બી નીકળે છે, અને સંકર જાતિનું હેક્ટર દીઠ 20 થી 25 ક્વિન્ટલ ઉત્પાદન છે.

પાક

ગુજરાતમાં ખરીફમાં 80-90 દિવસ અને રવિમાં 98-109 દિવસે પાક તૈયાર થાય છે. આ એક એવો પાક છે કે જે, વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે. તેમ જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ડો.વી.આર.અકબરી અને બી.એ.મોણપરા કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા ભલામણ કરવામાં આવી છે.

જાત

ઉપરાંત સૂર્યમુખી ગરમી અને પ્રકાશ સામે ઈનસેન્સીટીવ હોવાથી ત્રણેય ઋતુમાં તેનું વાવેતર થઈ શકે છે. અને તેનો લીલા ચારા તરીકે પણ ઉપયોગી થઈ શકે છે. ઓછા પાણીએ થતો પાક છે.

સૂર્યમુખીની સુધારેલી જાત ગુજરાત સૂર્યમુખી-1, ઈસી-68414 તથા સંકર જાત એમએસએફએચ 17નું વાવેતર કરવા ભલામણ કરવામાં આવી છે. ત્રણ ઋતુમાં તેનું વાવેતર કરી શકાય છે.

સૂર્યતરફ ફૂલ રહે છે

સૂર્યમુખી ફૂલ હંમેશાં સૂર્ય તરફ જ મોં રાખે છે. તેથી તેને સૂર્યમુખી કહે છે. સૂર્ય પૂર્વમાંથી ઊગીને બપોરે માથે ચઢે અને સાંજે પશ્ચિમમાં આથમે તેની સામે સૂરજમુખીનું ફૂલ પણ ફરે છે. તેને ‘હેલિયોટ્રીવિઝમ’ કહે છે.  દરેક વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવે છે,  એટલે સૂર્યપ્રકાશનું સૌથી વધું આકર્ષણ સૂર્યમુખીના છોડમાં હોય છે.

રહસ્ય

સૂર્યતરફ દિશા બદલે છે તે એક રહસ્ય છે. તે રહસ્ય તેની દાંડીમાં છે. સૂર્યના કિરણો છોડની દાંડી પર એક તરફ પડતા હોય છે. દાંડીનો પાછળનો ભાગ છાંયડામાં હોય છે. દાંડી એક તરફ ગરમ થાય છે ત્યારે તેમાંથી ઓક્સીન નામનું દ્રવ્ય નીકળીને દાંડીના છાંયડાવાળા ભાગમાં વહે છે. આ રસાયણથી દાંડી પણ તે તરફ ઝૂકે છે. સૂર્યપ્રકાશની સાથે દાંડીમાં આ દ્રવ્ય ધીમે ધીમે સરકતું જાય છે.

રોગ

પાન, થડ ખાનારા કીડા, વીવીઈયળ મુખ્ય રોગ છે. બીજા પાકમાં જે રોગ આવે છે એવા રોગ સૂર્યમુખીમાં આવે છે.

પોપટથી નુકસાન

પોપટ પક્ષીને સૂર્યમુખીના બી બહુ ભાવે છે. તેથી તે વ્યાપક પ્રમાણમાં નુકસાન કરે છે. પોપટ દૂર કરવા પ્રકાશ પરાવર્તિત વસ્તુઓ મૂકવામાં આવે છે.

બ્લડ પ્રેસર માટે દવા

બીજના તેલનો ઉપયોગ બ્લડ પ્રેસર હોય તેમના માટે સૂર્યમુખીના તેલનો અથવા તલના તેલનો ઉપયોગ કરવાની સલાહ વૈદ્યો આપે છે.[:]