અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીઓ પર હાઇડ્રોલીક સ્ટોરેજ સ્ટ્રકચર બનશે

ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની 4 મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર 24 મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્ચર ચેકડેમ બનાવવા માટે રૂ.26 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપી છે. આહવા સુબીર અને વઘઈ તાલુકાના ૨૪ ગામોમાં નિર્માણ પામશે.

ડાંગની  ડુંગરાળ અને ઢોળાવવાળા વિસ્તાર હોવાથી પાણી વહી જવાને કારણે ચોમાસા પછી જમીનમાં જળ સ્તર નીચા જતા રહે અને સંગ્રહ થાય તેમ નથી. ભૌગોલિક સ્થિતિને કારણે જળસંગ્રહ સુવિધા નહિવત છે. મોટી યોજનાઓ પણ થઈ શકે તેમ નથી. કામોની શક્યતા ચકાસી આપેલા અહેવાલ આપ્યો હતો.

અંબિકા અને ખાપરી નદી તથા તેની ડિસ્ટ્રીબ્યુટરી (પ્રશાખાઓ) પર જે કામો હાથ ધરાશે તેમાં વધઇ તાલુકાના આહેરડી, હુંબાપાડા, બોરદહાડ, શિવારીમાળ, ચીરાપાડા અને સુપદહાડ તેમજ આહવાના બીલમાળ, ડોન, પાંડવા અને વાકી (ઉમરીયા) ગામોમાં કુલ રૂ.10.71 કરોડના ખર્ચે 10 ચેકડેમ હાઇડ્રોલીક સ્ટ્રકચર બનવાના છે.

ગેરી વિવિધ પ્રકારના હાઇડ્રોલીકસ સ્ટ્રકચર્સના મોડેલ બનાવી તેને પણ વિવિધ ઓપરેશનલ કંડીશનમાં ટેસ્ટીંગ કરી જેથી સ્ટ્રકચર્સ એટલે કે બંધ , છલતી, કિનારાઓને રક્ષણ આપતા ૫ળાઓ , પુલ,નહેરોના બાંધકામાં વગેરે બંધાયા બાદ કેવું હાઇડ્રોલીક બિહેવીયર કરશે તેનો મોડેલ પર પ્રયોગિક અભ્યાસ કરે છે અને ખરાબ અસર સામે પગલા લેવાનું સૂચવે છે.

પૂર્ણા, ગીરા અને ખાપરી નદી અને તેની પ્રશાખાઓ પર જે કામ હાથ ધરાશે તેમાં વધઇના ખોપરીઆંબા, વાંકન, કાલીબેલ, પાંઢરમાળ તથા સુબિર તાલુકાના હારપાડા, ગારખડી, ડુમર્યા, કાટીસ, ધુલધા તેમજ આહવાના ધવલીદોડ અને નાંદનપેડા ગામોમાં કુલ રૂ.16 કરોડના ખર્ચે 14 હાઇડ્રોલીક સ્ટ્રકચર ચેકડેમ નિર્માણ થશે.

સિંચાઇ સુવિધા મળશે. ઉનાળાની ઋતુમાં પણ પાક લઈ શકશે તેમજ ખેત પેદાશોમાં વધારો થશે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પશુ પ્રાણીઓને પીવાના પાણીની સગવડ મળશે તેમજ ચેકડેમ બાંધકામથી જળસંગ્રહને પરિણામે આજુબાજુના વિસ્તારના ભૂગર્ભજળ સ્તર ઊંચા આવવાથી ખેડૂતોને સિંચાઇ વધશે.