અખાડીયનો રથયાત્રામાં બોડી બિલ્ડિંગના અખતરા બતાવશે, જૂઓ તસવીરો

અમદાવાદ દાણાપીઠ પાસે રથયાત્રામાં ભાગ લેવા અને પ્રદર્શન કરવા માટે અખાડીયન અભ્યાસ કરી રહ્યાં છે. 4 કરતબબાજ  આગના ગોળા સાથે કરતબ બતાવશે. 25 કુસ્તીબાજો બતાવશે બોડી બિલ્ડિંગના અખતરા બતાવશે. અખાડા એસોસિએશને પણ હેરતઅંગેજ કરતબોની પ્રેકટિસ પૂર્ણ થઇ ગઇ છે. આ વખતની રથયાત્રા પહેલા 30 જેટલા અખાડાઓ અવનવી થીમ પર દિલધડક કરતબો તૈયાર કર્યા છે, જે રથયાત્રા દરમિયાન રજૂ કરવામાં આવશે. અમદાવાદ શહેર સહીત રાજ્યના વિવિધ વ્યાયામશાળાના કુસ્તીબાજો અખાડામાં પોતાના કરતબ દર્શાવી ભગવાન જગન્નાથને રિઝવશે. અખાડામાં લાકડી, બરંડી, ફરસી, ભાલાથી લોકો પોતાના કરતબો કરતા જોવા મળશે..અને રથયાત્રા માટે તેઓ છેલ્લા બે મહિનાથી ટ્રેનિગ શરૂ કરી દેતા હોય છે.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં દર વર્ષે દિલધડક સ્ટંટ કરતા અખાડાઓને જોવા માટે જનમેદની ઉમટી પડે છે. આ સ્ટંટને લોકો સુધી પહોંચાડવા અમદાવાદના 30 જેટલા અખાડાના આશરે 500થી વધુ લોકો પ્રેકટિસ કરે છે. કોઈક બાઈકના સ્ટંટ કરી રથયાત્રાને વધાવે છે તો કોઈક માથા પર નાળિયેર ફોડીને રથનું સ્વાગત કરે છે. તો આ વર્ષની થીમ વ્યસનમુક્તિ આધારિત રખાઈ છે અને વ્યસનમુક્તિના નારા સાથે 30 અખાડાના કસરતબાજો કરશે દિલધડક સ્ટંટ.

રથયાત્રામાં આ વર્ષે નવીન એ જોવા મળશે કે 7થી 8 વર્ષના ભૂલકાઓ પણ કરતબ કરતા જોવા મળશે. જેઓ બાઈક સ્ટંટની સાથે બોડી બિલ્ડિંગ કરી લોકોને આકર્ષિત કરશે. આ કરતબબાજોએ 2 મહિના પહેલાથી જ તેમના કરતબોની પ્રેકટિસ શરૂ કરી દીધી છે. ત્યારે આ કરતબબાજો આ વખતે હેરિટેજની થીમ સાથે તેમની વ્યસનમુક્તિ અભિયાન પણ છેડ્યુ છે.
અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ થઈ રહી છે. ત્યારે અમદાવાદના કોર્પોરેશન ખાતે અખાડા એસોસિએશન દ્વારા હેરતઅંગેજ કરતબની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. રથયાત્રા પૂર્વે આજે 30 જેટલાં અખાડાએ તૈયાર કર્યા છે દિલધડક કરતબ

વર્ષોથી રથયાત્રાના અવસરે દિલધડક સ્ટંટ કરતાં અખાડાઓને જોવા માટે જનમેદની એકઠી થાય છે. આ જ સ્ટંટને લોકો સુધી પહોંચાડવા માટે અમદાવાદના 30 જેટલાં અખાડાના આશરે 500થી વધારે લોકો પ્રેકટિસ કરે છે. કોઈક બાઈક સ્ટંટ કરીને રથયાત્રાને વધાવે છે. તો કોઈક માથા પર નાળિયેર ફોડીને કરે છે રથનું સ્વાગત. આ વર્ષે ખાસ વ્યસનમુક્તિના નારા સાથે અમદાવાદનાં 30 અખાડાના લોકોએ પ્રેક્ટિસ કરી છે.