અજગરને જીવતો સળગાવી દીધો, 3 યુવાનોને અદાલતમાં હાજર કરાયા

અજગરને માર મારી જીવતો સઘલાવી દેવાની ઘટનામાં 3 યુવાનોને આજે આણંદ અદાલતમાં લાવવામાં આવ્યા હતા.
આણંદના બોરસદાના વાલવોડમાં અજગરને પકડી તેનું માથું છુંદી નાંખ્યા બાદ તેને લાકડાના ઢગલામાં આગ લગાવી જીવતો સળગાવી દીધો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. શખસ મુકેશ મકવાણા, જીતુ મકવાણા અને ગીરીશ મકવાણાના નામ ખુલ્તા ધરપકડ કરાઈ છે. અજગર બધાને ગળી જશે એવી બીકના માર્યા અજગરને મારી નાંખ્યો અને વિડિયો ઉતાર્યો હોવાની તેમણે કબૂલાત કરી છે. અજગરને મારવાથી ગંભીર ગુનો બને છે તે વાત આ ત્રણેયને ખબર ન હતી.

ખૂબજ ઓછો જોવા મળતો પાયથન પ્રજાતિનો 9 ફૂટ લાંબો અજગર હતો. કોતરોમાંથી આવ્યો હતો. સીડ્યુલ એકનું તે પ્રાણી છે.

શું સજા થઈ શકે ?

જો સૂચિ એક અને સૂચિ બેમાં આવનારા પ્રાણીઓનો શિકાર કરવામાં આવ્યો હશે તો તેમને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા ફરમાવવામાં આવશે, આ સજાને સાત વર્ષ સુધી પણ વધારી શકાય છે. અને આ સૂચિમાં દસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવાની જોગવાઈ છે. અને તે વધીને પચ્ચીસ લાખ સુધીનો પણ થઈ શકે છે.

જો તમારા ઘરમાં પ્રાણીઓના ચામડાની કોઈ વસ્તુ અથવા તેમની સ્કીનનું પાથરણું જોવામાં આવશે તો તમને અપરાધ થઈ શકે છે. જેમાં એક થી લઈને 25 લાખ સુધીનો દંડ કરવામાં આવી શકે તેમ છે.

જંગલી પ્રાણીઓને વધતા શિકારના લીધે પર્યાવરણ મંત્રાલયે નવો પ્રસ્તાવ મૂક્યો છે. એક રીપોર્ટ પ્રમાણે દેશમાં 60 ટકા વાઘની વસ્તી છે, જેમાંથી 2015માં 78 વાઘનો શિકાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી શિકાર કરવા પર 25 હજાર સુધીના દંડની જોગવાઈ હતી પણ તે હવે 50 લાખ સુધીની થઈ શકે છે.

અનુસૂચિ એકમાં 43 વન્ય જીવ સામેલ છે,  આ સૂચિમાં ડુક્કરથી લઈને ઘણા પ્રકારના હરણ, વાંદરા, રીંછ, ચિંકારા, ચિત્તા, વરુ, શિયાળ, ડોલ્ફીન, જંગલી બિલાડીઓ, રેન્ડીયર, મોટી ગરોળી, પેગોલિન, ગેંડા અને હિમાલયમાં મળી આવતા પ્રાણીઓના નામ સામેલ છે. અનુસૂચિ એકના ભાગ બેમાં ઘણા જળીય જન્તુ અને સરીસૃપનો સમાવેશ થાય છે. આ અનુસૂચિના ચાર ભાગ છે.

અનુસૂચિ બેમાં સામેલ વન્ય જંતુઓની શિકાર પર સજાની જોગવાઈ છે. આ સૂચિના ભાગ એકમાં ઘણા પ્રકારના વાંદરા, લંગુર, જંગલી કુતરા, કાચિંડાનો સમાવેશ થાય છે. સૂચિના ભાગ બેમાં અનેક પ્રાણીઓ સામેલ છે.

+91 79232 54125 ,  +91 79232 54788  ,
વનસંરક્ષક, વન્યજીવન ક્રાઇમ +91 79232 57869 , +91 99784 05129
મદદનીશ વનસંરક્ષક, વન્યજીવન ક્રાઇમ +91 79232 54133