અઝહરને આતંકી જાહેર કરવાનો ઉત્સવમાં ફટાકડા ફોડાતાં મહિલા દાઝી

મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરાતા જામનગરમાં શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજી દરમિયાન ફટાકડા અચાનક જ એક દુકાનમાં ઘૂસી ગયાં હતાં. ભાજપની એક મહિલા કાર્યકર આતશબાજીની જપેટમાં આવી ગઈ હતી. આતશબાજી સમયે નીકળેલા મહિલાને પેટના ભાગે ફટાકડો ઘૂસી જતાં મહિલાએ કાગારોળ મચાવી દીધી હતી. જો કે, આ વેળાએ આતશબાજીમાં હાજર ભાજપના મહિલા આગેવાનોએ  મહિલાની મદદે દોડી ગયાં હતાં. આમ, આતંકવાદી મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાની ખુશીના પ્રસંગે બનેલી ઘટનાથી ઉત્સાહનો માહોલ મંદ પડી ગયો હતો.

અજહરને હજું ભારત સરકાર પકડી શકી નથી. જેને અફઘાનમાં ભાજપને નેતાઓ છોડી આવ્યા હતા.