કોંગ્રેસનાં AICC ડેલિગેટ 63 સભ્યો પૈકીનાં 31 સભ્યો, કોંગ્રેસની એક્ઝિક્યુટિવ કમિટી 48 સભ્યો પૈકીનાં 11, વિશેષ આમંત્રિત 54 સભ્ય પૈકીનાં 12, કાયમી આમંત્રિત 41 સભ્ય પૈકીનાં 17 સભ્યો અમદાવાદ અને ગાંધીનગરમાં રહે છે.
ગુજરાત કોંગ્રેસનો પાયો ગ્રામ્ય વિસ્તાર છે પણ 50 ટકા હોદ્દેદારો અમદાવાદમાં રહે છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 250 હોદ્દેદારો પક્ષનું સંગઠન માળખું ઊંચુ લાવવા માટે અને પક્ષને દરેક ચૂંટણીઓ જીતાડવા માટે કામ કરે છે. આયલા મોટા પ્રમાણમાં હોદ્દેદારો હોવા છતાં પક્ષ ચૂંટણી જીતતો નથી. કારણ કે પક્ષના કુલ હોદ્દેકારોમાંથી 48 ટકા હોદ્દેદારો અમદાવાદ અને ગાંધીનગરમાં રહે છે. તેઓ આ બે શહેરમાં રહીને લોકો વચ્ચે પક્ષને લઈ જવાનું કામ કરી શકતા ન હોવાથી પક્ષ વારંવાર હારે છે. બાકીના 52 ટકા લોકો ગુજરાતના અન્ય શહેરો કે ગામડાઓમાં રહે છે.
ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, મંત્રી (પ્રોટોકોલ), પ્રવકતા, ખજાનચી સહિતના હોદ્દેદારોને સંગઠનના માળખાનો એક ભાગ ગણવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. જેમાં જૂથ અને નેતાઓ પોતાના માણસોને હોદ્દા આપે છે. તેઓ કોઈ કામના હોતા નથી. માત્ર શોભાના ગાંઠીયા બની રહે છે. અમદાવાદમાં રહેતાં લાગવગીયા નેતાઓ પક્ષ પર કાબુ ધરાવે છે. તેથી કોંગ્રેસ આગળ આવી શકતો નથી એવું કાર્યકરો માની રહ્યાં છે.
પ્રદેશ માળખુ
ઉપપ્રમુખ 21, મહામંત્રી 41, મંત્રી 161, પ્રવકતા 10, ખજાનચી 1, પ્રોટોકોલ સેક્રેટરી 6 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે. આમ પ્રદેશ કોંગ્રેસના ઓફિસ બેરર્સ તરીકે કુલ 250 હોદ્દેદારો છે.
વિધાનસભા અને લોકસભમાં હાર
અમદાવાદ અને ગાંધીનગર રહેતા કોંગ્રેસના પક્ષના 48 ટકા હોદ્દેદારો રહેતાં હોવા છતાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં અમદાવાદની બે અને ગાંધીનગર એમ ત્રણ લોકસભા બેઠકમાંથી 18 વર્ષથી એક પણ જીતી શકતા નથી. ગુજરાત વિધાનસભાની 25 હેઠકમાંથી 4 બેઠક જીતી શક્યા છે. બાકીની 21 બેઠક ભાજપ પાસે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નેતાઓ
21 ઉપપ્રમુખમાંથી 7 અમદાવાદ રહે છે. જેમાં (1) જગદીશ ઠાકોર-નરોડા, (2) લાખા ભરવાડ-સોલા, (3) ડૉ. જીતુ પટેલ-નારણપુરા, (4) વઝીર ખાન પઠાણ- સરખેજ રોડ, (5) બાબુ માંગુકિયા- થલતેજ, એસજી હાઇવે, (6) પંકજ શાહ- સેટેલાઈટ, (7) વિજય દવે- સેટેલાઈટ.
41 જનરલ સેક્રેટરીમાંથી 16 અમદાવાદમાં રહે છે જેમાં (1) નિશીત વ્યાસ- સેક્ટર-16, (2) ગુણવંત મકવાણા- બહેરામપુરા (3) ભાર્ગવ ઠક્કર- સાયન્સ સિટી રોડ, (4) ડૉ. હિમાંશુ પટેલ-અડાલજ, (5) રઘુભાઈ દેસાઇ, ઘાટલોડીયા, (6) કિરીટ પટેલ- સત્તાધાર સોસાયટી, સોલા (7) ઇકબાલ શેખ, ખાનપુર, (8) દિલીપ ડી. પટેલ, સીટીએમ રોડ, અમરાઈવાડી, (9) અરવિંદ ચૌહાણ, અમરાઈવાડી, (10) ગ્યાસુદ્દીન શેખ- શાહપુર, (11) સતિશ પંડ્યા- નિકોલ, (12) જગત શુક્લા- રાયપુર, (13) હરિભાઈ ભરવાડ- બાવળા, (14) બાબુજી ઠાકોર ધોળકૂવા, (15) નિલેષ પટેલ- વાસણા (16) ઘનશ્યામ ગઢવી- શેલાનો સમાવેશ થાય છે.
ટ્રેઝરર 1 (1) સંદીપ પટેલ- બોડકદેવ, અમદાવાદ.
161 સેક્રેટરીમાંથી 45 અમદાવાદ કે ગાંધીનગરના છે, જેમાં (1) રાજુ બ્રહમભટ્ટ- સરસપુર, (2) ગૌતમ રાવલ સાણંદ, (3) જ્યોર્જ ડાયસ- અમરાઈવાડી, (4) બલવંત ગઢવી- બાવળા, (5) મહેન્દ્રસિંહ પઢેરિયા થલતેજ, (6) રાજીવ ચૌહાણ (7) હબીબ મોડન- વેજલપુર, (8) ઇલિયાસ કુરેશી- ખાનપુર, (9) મુકેશ પંચાલ- થલતેજ, (10) સંગ્રામ ભરવાડ (11) મંદાકિની પટેલ- સીટીએમ ક્રોસ રોડ, (12) વંદના પટેલ- ઓઢવ રિંગ રોડ, (13) કાંતિ પટેલ- સાણંદ, (14) અમૃત પટેલ- આંબાવાડી, (15) બાબુ રૂપાલા- કલાપીનગર, (16) પ્રવીણ વાઘેલા- શાહીબાગ, (17) રાજેશ ટી. સોની- ઇસનપુર, (18) નઇમબેગ મિર્ઝા- મીઠાખળી, (19) ડૉ. કમલેશ ડી. ચૌધરી- સાયન્સ સિટી રોડ, (20) નીતિન પટેલ- નવા વાડજ, (21) જે. એમ. ત્રિવેદી- આંબાવાડી, (22) અમરતજી એમ. ઠાકોર નરોડા, (23) ઝહૂર અહેમદ- જુહાપુરા, (24) મનીષ મકવાણા- ચાંદખેડા, (25) નાઝિમ ચૌહાણ- શાહપુર, (26) વિરેન્દ્રસિંહ વાઘેલા- વાસણ, (27) જયેશ ચાવડા- ધંધુકા, (28) વિશાળ સોલંકી- શાહીબાગ, (29) આરિફ રાજપૂત- ગોમતીપુર, (30) જૂનેદ શેખ- શાહપુર, (31) સચિન વાલેરા- રામદેવનગર, (32) હિરેન બોડકદેવ, (33) કલ્પના કોડેકર- કુબેરનગર, (34) મહેન્દ્ર યાદવ- સરસપુર, (35) શિવકુમાર રામલાલ- ડફનાળા, શાહીબાગ, (36) નિમિષ શાહ- સરગાસણ સર્કલ, (37) હેમંત ઝાલા- (38) પંકજ પટેલ- દેલવાડા, (39) વિનયસિંહ તોમર- કૃષ્ણનગર, (40) જયદીપ ઠાકોર- સેકટર-8, (41) પાર્થિવ કઠવાડિયા- ઘોડાસર, (42) જીતુ રાયકા, સેકટર-4/ડી, (43) અઝરા કાદરી- રાયખડ, (44) સોનલ પટેલ- ઈન્ડિયા કોલોની, (45) કિરણ પ્રજાપતિ- સીટીએમ-રામોલનો સમાવેશ થાય છે.
8 પ્રવક્તા માંથી 5 અમદાવાદના છે. 1 ડૉ. મનીષા દોશી- બોડકદેવ, (2) બદરૂદ્દીન શેખ- શાહ-એ-આલમ, (3) જયરાજસિંહ પરમાર- ભાડજ સર્કલ, (4) નિમેશ દેસાઈ- મેમનગર, 5) દીપમ ભટ્ટ- બોડકદેવનો સમાવેશ થાય છે.
પ્રોટોકોલ મંત્રી 6 માંથી 3 અમદાવાદના છે. મોહન રાજપૂત, પ્રશાંત પરમાર, ગૌતમ ધનવાડિયા.
જંબો માળખુ
ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠનનું માળખું મસમોટું બનાવવામાં આવે છે. આ સંગઠનના માળખા સાથે જોડાયેલા પૈકીના 48ટકા સભ્યો અમદાવાદ કે ગાંધીનગર ખાતે રહે છે. આમ છતાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો અમદાવાદની બે અને ગાંધીનગર એક બેઠકમાં નાલેશીભરી હાર થઈ હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા પક્ષનું સંગઠનનું માળખું તૈયાર કરવામાં આવે છે. આ માળખું પણ એટલું જમ્બો હોય છે કે, જો આ માળખા પૈકીનાં 50 ટકા હોદ્દેદારો પોતાની સાથે બે બે કાર્યકરોને લઈને આવે તો પણ પક્ષનો કાર્યક્રમ સફળ થઈ જાય તેમ કહી શકાય છે.