ગુજરાતના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે, મોરબી જિલ્લો પણ તેમાથી બાકાત નથી, મોરબીના ટંકારામાં ધોધમાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, અહીના કલ્યાણપર રોડ પાસેના કિનારા પર 42 લોકો ફસાયા હતા, જેમને સમયસર જો બહાર કાઢવામાં ન આવ્યાં હોત તો મોટી મુશ્કેલી થવાની હતી ત્યારે મોરબી પોલીસના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી જઇને તેમને બચાવી લીધા હતા, જ્યાં તેઓ ફસાયા હતા ત્યાં ઉંડા સુધી વરસાદી પાણી ભરાઇ ગયા હતા, જેથી બચવાની કોઇ આશા દેખાતી ન હતી, જો કે પોલીસે સમયસર ત્યાં પહોંચીને તમામ 42 લોકોને બચાવી લીધા હતા, એક જવાને તો પોતાના ખભા પર બે માસૂમ બાળકોને બેસાડીને ઉંડા પાણીમાંથી તેમને બહાર કાઢ્યાં હતા, ત્યારે આ દ્રશ્યો જોતા ગુજરાત પોલીસની કામગીરીને સલામ કરવી જોઇએ, મુશ્કેલીની સમયે જનતાની પડખે ઉભી પોલીસે ફરી એક વખત સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.