અદાણીને સરકારે આપેલી 500 હેક્ટર જમીન પરત લઈ લેવા આદેશ થતો નથી

કચ્છ જિલ્લા કલેકટર સાથે બેઠક કરીને CRZ ના નિયમોનો ભંગ કરતા માંડવી તાલુકાના ત્રગડી ગામે આવેલા બાલાજી સોલ્ટ અને વિનોદ સોલ્ટ (વિનોદ વી.દનીચા) મીઠાની લિઝ રદ કરવા  રજુઆત કરવામાં આવી હતી. આ જમીનોને  ચેરના દરીયાઇ વૃક્ષો  – મૅગ્રોવસ પ્લાન્ટેનસ માટે રાખવામાં આવી છે. અદાણી ઉપર થયેલી ફરિયાદમાં અદાણી દ્વારા પર્યાવરણના નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટે દ્વારા બનાવવામાં આવેલી સમિતિએ નક્કિ કર્યું છે.  જેથી આ વિસ્તાર ને ખાલી કરીદેવાની ભલામણ સમિતિ કરી છે અને આ 500 એકર જેટલા વિસ્તારમાં મૅગ્રોવ પ્લાન્ટનશન કરવામાં આવશે. જેથી આ મીઠાની લિજો તાત્કાલિક રદ કરવા કલેકટરની સાથે સ્થાનિક લોકોએ બેઠક કરી હતી. હવે પછીની જિલ્લા CRZCની બેઠકમાં આ લીઝ અંગે નિર્ણય લઈને  રદ કરી દેવા કલેક્ટરે બાંહેધરી આપી હોવાનું રજૂઆત કરનારા જણાવી રહ્યા છે.