દેશના અદાણી જુથ પર દેવું વધી ગયું છે. તેનું કારણ અદાણી વીજ પ્રોજેક્ટ છે. પણ અદાણી જુથની અન્ય કંપનીઓને પણ આના કારણે ભોગવવું પડે છે. અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ, આ ત્રણ કંપનીઓનું કુલ દેવું માર્ચ 2018ના અંતે રૂ. 76,924.78 કરોડ છે જે 2014માં રૂ.57,476.80 કરોડ હતું. આમ 5 વર્ષમાં દેવું રૂ.19,447 કરોડ વધી ગયું છે. જેમાં અદાણી પાવરનું સૌથી વધું રૂ.49,120.19 કરોડનું દેવું છે. અદાણીનું દેવું ગુજરાતની અન્ય મોટી કંપનીઓ ટોરેન્ટ, ઝાયડસ, કેડિલા અને અરવિંદ કરતાં ઘણું વધુ છે અને સાથે જ અદાણીનો નફો, રોકાણ પર વળતર અને ખાસ તો તેની કેશ રિઝર્વ ખૂબ નબળી છે. અદાણી પર રૃપિયા રૂ.72,000 કરોડની એનપીએ છે.
નરેન્દ્ર મોદીએ જયારે સપ્ટેમ્બર ૨૦૧૩માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રચાર શરુ કર્યો ત્યારે, તેમના માનીતા ગણાતા આ જૂથની કંપનીઓના શેરમાં જોરદાર તેજી આવી હતી. અદાણીનું કેવું નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી સતત વધી રહ્યું છે. કંપની નબળી પડી છે. મોદી આવ્યા પછી લગભઘ રૂ.20 હજાર કરોડનું દેવું વધી ગયું છે. દર વર્ષે રૂ.4 હજાર કરોડનું દેવું સતત વધતું ચાલ્યું છે.
અદાણી જુથ પરનું વર્ષ પ્રમાણે દેવું કરોડ રૂપિયા
2014 – 57,476
2015 – 61,710
2016 – 73,839
2017 – 76,521
2018 – 76,925
ભારતીય શેરબજારમાં અત્યારે જે કંપનીઓ ઉપર દેવું વધારે છે તેવી કંપનીઓના શેરના ભાવ સતત દબાણમાં રહે છે.
કંપનીઓની જે રીતે બજારમાં પીટાઈ થઇ રહી છે, દેવું ભરપાઈ કરી શકશે કે નહિ તેવા સવાલો ઉઠી રહ્યા છે. અદાણી જૂથની કંપનીઓનું કુલ બજાર મુલ્ય 8 ફેબ્રુઆરી 2019માં રૂ.1.64 લાખ કરોડનું હતું. ના રોજ રૂ.૧.૬૪ લાખ કરોડનું છે. મોદી આવ્યા ત્યારે એવું લાગતું હતું કે હવે અદાણી પોતે મુકેશ અંબાણીને પછાડીને દેશના સૌથી વધું સમૃદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બની રહેશે. પણ એવું થયું નથી. ફોર્બસની સૌથી ધનવાન ભારતીયોને યાદીમાં ગૌતમ અદાણી 2013માં 22માં ક્રમે હતા. એ સમયે તેમની સંપત્તિ રૂ.2.65 અબજ ડોલર આંકવામાં આવી હતી. વર્ષ 2018માં રૂ.1.19 અબજ 10માં ક્રમમા આવી ગયા હતા. ધનવાન હોવાની સાથે-સાથે ગૌતમ અદાણી અને તેમના જૂથની કંપનીઓ ઉપર દેવું પણ એટલું જ છે. સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરેલી વિગતો અને કોર્પોરેટ અફેર્સ ડીપાર્ટમેન્ટમાં જાહેર કરેલી વિગતો અનુસાર ગૌતમ અદાણી જૂથની લીસ્ટેડ કંપનીઓ ઉપર કુલ રૂ.1.64 લાખ કરોડનું દેવું છે. જે 23 અબજ ડોલરનું દેવું થાય છે જે તેમની 2018ની સંપત્તિ રૂ.1.36 લાખ કરોડ બજાર કેપીટલ કરતાં બે ગણું દેવું છે. ગૌતમ અદાણી જૂથની કંપનીઓની હાલત બહુ સારી નથી. માર્ચ 2018માં કુલ રૂ.27,428 કરોડનું વેચાણ (કે આવક) કમાઈ હતી અને રૂ.2,663 કરોડનો ચોખ્ખો નફો હતો.
ગૌતમ અદાણીએ રૂ.9,460 કરોડની રકમ વ્યાજ ચૂકવવામાં વાપરી હતી. જે કંપનીના નફા કરતા વ્યાજનો ખર્ચ લગભગ સાડા ત્રણ ગણો વધારે છે. અદાણી પાવર કંપની ઉપર રૂ.68,124 કરોડ, ટ્રાન્સમિશન ઉપર રૂ.43,790 કરોડ અને પોર્ટ કંપની ઉપર રૂ.26,248 કરોનું દેવું છે. પાવર અને ટ્રાન્સમીશન કંપની ખોટ કરી રહી છે જયારે પોર્ટ કંપની નફો રળી રહી છે.
અદાણી મુન્દ્રા પાવરની હાલત સૌથી ખરાબ છે, ખોટ કરીને પણ કંપનીએ આ પાવર પ્લાન્ટ ચાલુ રાખવો પડ્યો છે.
ગૌતમ અદાણીએ કંપનીના માલિક તરીકે પ્રમોટર અને પ્રમોટરની કંપનીઓએ શેરહોલ્ડર તરીકે શેર ગીરવે મૂકી લોન પણ લીધી છે. કંપનીએ કુલ રૂ.35,317 કરોડના શેર ગિરવે મુક્યા છે. કોઇપણ કારણોસર કંપનીના શેરના ભાવમાં ઘટાડો આવે તો જેણે ધિરાણ કર્યું છે તે વધારે શેર કે અન્ય મિલકત ગિરવે માંગી શકે છે. તેની પાસે જે શેર છે તે બજારમાં વેચી શકે છે.
સરકારી મદદ છતાં દેવું
ગુજરાતની નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ અદાણીને રૂ.1થી 25ના (સરેરાશ 11 રૂપિયાના) ભાવે જમીન આપી હતી. જો તે બજાર ભાવે આપી હોત તો ગુજરાતના તમામ ખેડૂતોનું એક વખત દેવું માફ થઈ શક્યું હોત. અદાણી સિવાયના બીજા ઉદ્યોગોને જે જમીન સાવ મફતમાં આપી છે. તે બજાર ભાવ પ્રમાણે વેચી હોત તો 10 વર્ષ સુધી ખેડૂતોનું દેવું માફ થઈ શક્યું હોત. સરકાર, અદાણી અને ટાટાના પાવર પ્લાન્ટોને સુપ્રીમ કોર્ટે ના પાડવા છતાં કેમ ભાવો વધારી આપવાની છે? એ રકમ બચાવવામાં આવે તો ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ થઈ શકે તેમ છે.
અદાણીએ રિલાયંસ એનર્જી ખરીદી
અનિલ અંબાણીની રીલાયન્સ એનર્જીને અદાણી ગ્રુપે 19,000 કરોડ રુપિયામાં ખરીદી લીધો હતી. રીલાયન્સ એનર્જીના મુંબઇમાં આશરે 30 લાખ ગ્રાહકો છે. હાલના સમયમાં પાવર સેક્ટરમાં આ સૌથી મોટો સોદો માનવામાં આવી રહ્યો છે.
નરેન્દ્ર મીદી અને રૂપાણીએ અદાણીના દેવા ઘટાડવામાં મદદ કરી
અદાણી થર્મલ વીજ મથકને સર્વોચ્ચ અદાલતના ચૂકાદાની વિરૃદ્ધ જઈને ગુજરાત સરકારે 2018માં વીજદર વધારી આપ્યો હતો. તેથી ગુજરાતના વીજ વપરાશકારો આપીને અદાણીની ખોટ ભરપાઈ કરી રહ્યાં છે. તેથી પ્રજાના ખિસ્સામાંથી અદાણી વીજ પ્રોજેક્ટ દ્વારા દેવું ભરવાઈ કરી લેશે. ગુજરાત સરકાર 2 હજાર મેગા વોટ વીજળી ખરીદ કરે છે. ત્યારે જે ભાવ નકકી કરેલા તે વધારી આપીને ખોટના પૈસા લોકો પાસેથી વસૂલવાની મંજૂરી ભાજપની વિજય રૂપાણી સરકારે આપી હતી. તે પહેલાં નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અદાણીને કરાર બહાર જઈને વીજ ભાવ વધારો આપી દીધો હતો. 22 જૂન 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજ મંત્રાલયની બેઠક બોલાવીને તેમના નાણાકીય રીતે ઉગારી લેવા માટે કહ્યું હતું.
ભારતમાં 2500 કંપનીઓ નાદારી નોંધાવવાની કાનૂની પ્રક્રિયા કરી રહી છે.