અદાણી ગેસ લિમિટેડ તાજેતરમાં ફાળવાયેલા 13 શહેરો અદાણી ગેસને ફાળવવામાં આવેલા 13 ભૌગોલિક વિસ્તારોમાં સુરેન્દ્રનગર, ખેડા જિલ્લો અને મહિસાગર જિલ્લો, પોરબંદર જિલ્લો, બરવાળા અને રાણપુર તાલુકા, નવસારી જિલ્લો, સુરત, તાપી (હાલમાં અધિકૃત થઈ ચૂકેલા વિસ્તારો સિવાય) અને ડાંગ જિલ્લામાં તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1,600 કરોડ રોકશે, જેમાં કંપનીને 90 CNG સ્ટેશન અને ગુજરાતના જે પાંચ વિસ્તારોમાં કામગીરી કરવાની મંજૂરી મળી છે, તેમાં ચાર લાખ ઘરોમાં પાઇપ ગેસથી જોડાણ આપશે. અદાણી IOC જોઇન્ટ વેન્ચર કંપની દ્વારા 830 CNG સ્ટેશન અને 23 લાખ ઘરમાં ગેસ જોડાણ આપશે.
રૂ.8,000 કરોડનું રોકાણ કરશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે અદાણી ગેસના સંયુકત સાહસને પણ વધુ 9 CGD માટે લાઇસન્સ મળ્યાં છે. આમ અદાણી ગેસ કુલ 22 નવા વિસ્તારોમાં કામગીરી કરશે.
અદાણી ગેસ કંપનીને 13 નવા ભૌગોલિક વિસ્તારોમાં સિટી ગેસ વિતરણના હક્કો પ્રાપ્ત થતા અને જોઇન્ટ વેન્ચર કંપની ઇન્ડિયન ઓઇલ- અદાણી ગેસ લિમિટેડ (IOAGPL)ને 9 ભૌગોલિક વિસ્તારમાં હક્કો પ્રાપ્ત થતાં અમે ભારતના નેચરલ ગેસ ક્ષેત્રમાં અગ્રેસર બનીશું.
અદાણી ગેસ લિમિટેડ 13 CGD માટે કુલ ₹8,000 કરોડ જેટલું રોકાણ કરશે. આ ઉપરાંત અન્ય 9 CGD માટે અદાણી ગેસ અને IOC સંયુક્તપણે જોઇન્ટ વેન્ચર દ્વારા તેટલું જ એટલે કે ₹8,000 કરોડનું રોકાણ કરશે.
કંપની આગામી ત્રણથી પાંચ વર્ષમાં આ ક્ષેત્રે ₹5,000 કરોડનું રોકાણ કરશે, જેમાં ₹2,500 કરોડનું રોકાણ ઋણ દ્વારા આવશે. અદાણી ગેસ લિમિટેડ અંદાજે 23 લાખ જેટલાં ઘરોમાં નેચરલ ગેસના જોડાણ હાંસલ કરવા માટે તથા ગુજરાતના પાંચ સહિત કુલ 13 શહેર-વિસ્તારમાં 450 CNG સ્ટેશન્સ સ્થાપશે.
અદાણી જૂથની કંપની અદાણી ગેસ લિમિટેડે તાજેતરમાં પૂરા થયેલા CGD બિડિંગના નવમા રાઉન્ડમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) પાસેથી 13 નવા ભૌગોલિક વિસ્તારોમાં રિટેલ ગેસ વિતરણ નેટવર્કના વિસ્તરણ માટેના અધિકારો મળ્યા હતા.
આ ઉપરાંત IOAGPLને વધુ 9 ભૌગોલિક વિસ્તારોના લાઇસન્સ મળ્યાં છે. જે પૈકી નવી દિલ્હીમાં ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મા CGD બિડિંગ રાઉન્ડ હેઠળના 129 જિલ્લાના 65 ભૌગોલિક વિસ્તારોના સિટી ગેસ વિતરણ-CGD પ્રોજેક્ટ્સની જાહેરાત કરશે.
10મા રાઉન્ડની ઇ-બિડિંગ પ્રક્રિયા 8 નવેમ્બરે શરૂ થઈ હતી, જેની બિડ 5 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. ટેક્નિકલ બિડ 7 ફેબ્રુઆરીએ ખુલશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં ઇરાદાપત્રો જારી કરવામાં આવશે. આ રાઉન્ડમાં 123 જિલ્લાના 50 ભૌગોલિક વિસ્તારોમાં ગેસ વિતરણના બિડિંગની યોજના છે.
અદાણી ગેસ હાલમાં અમદાવાદ, વડોદરા, ફરીદાબાદ અને ખુજરા સહિત ચાર સ્થળોએ CGD નેટવર્કનું સંચાલન કરી રહ્યું છે. IOC સાથેનું સંયુક્ત સાહસ પ્રયાગરાજ, ચંદીગઢ, પાણિપત, ઉધમસિંઘ નગર, દમણ, ધારવાડ અને એર્નાકુલમમાં – CGD નેટવર્ક ચલાવી રહ્યું છે.