અમદાવાદમાં નવી બનેલી સિટી સેશન્સ અદાલત બિલ્ડીંગ માંથી 64 નળની ચોરી કરનાર મનુ દંતાણી ઝડપાયો હતો. કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માત્ર ચોરી કરવા કોર્ટમાં જતો હતો. કોર્ટમાંથી આશરે 13 હજારની કિંમતના નળની ચોરી કરી હતી. 64 નળની ચોરી કર્યા બાદ તેને ભંગારમાં વેચી દીધા હતા. નશાનો બંધાણી હોવાથી નશાનો સામાન ખરીદવા માટે નળ ચોરી કર્યા હતા. કોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીની હરકત કેદ થઈ ગઈ હતી. બેકાર છે.