અધિકારીએ પુછ્યું તમે ત્રણ બાળકો પેદા જ કેમ કર્યા, નોટિસ આપી

મહેસાણા તાલુકા પંચાયત હંમેશને માટે કોઈક ને કોઈક કારણસર વિવાદમાં આવતી રહી છે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના એક સભ્ય અને ત્યાં ત્રણ સંતાનો હોવાનું જણાતાં તેમને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ આપનારા અધિકારીએ એવું કહ્યું છે કે ત્રણ સંતાનો તમે શા માટે જન્મ આપ્યો છે? તમારું આ કૃત્ય પંચાયતના કાયદા વિરુદ્ધ છે. તેથી તમારી સામે શા માટે પગલા ન પડવા. કોંગ્રેસના સભ્ય રાકેશકુમાર મિસ્ત્રીને બે સંતાન હોવા અંગે તેમના આ કૃત્ય સામે વાંઘો લેવાયો છે. જાન્યુઆરી 2018 માં એમને ત્યાં ત્રીજું સંતાન થયું હતું. જે ગેરકાયદેસર છે. ત્રણ સંતાનો જો હોય તો કોઈ સભ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે નહિ. જો લડે તો તેમનું સભ્ય પદ રદ થાય છે. તેથી તેમને તાલુકા વિકાસ અધિકારીએ ખુલાસો માગ્યો છે કે તમારે ત્યાં શા માટે ત્રણ સંતાનો થયા છે એનો જવાબ આપો. પંચાયત અધિનિયમ 1993 ની કલમ 30 મુજબ તેમને ગેરલાયક ઠેરવવા માટે તાલુકા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીએ પંચાયત સદસ્ય નોટિસ ફટકારી છે.