6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે કોઇ કચાશ નહિ રાખીએ : મુખ્યમંત્રી

cm vijay rupani
cm vijay rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને ગુજરાતની જનતા જનાર્દનનો વિજય ગણાવ્યો છે. વિજય માટે પરિશ્રમ કરનારા કાર્યકર્તાઓને હ્દયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.

વિકાસની રાજનીતિનો વિજય છે તેમ જણાવતાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં મહાનગરોના મતદારોએ મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહિ જવા દે. એટલું જ નહિ, આ મહાનગરોના વિકાસમાં પણ કોઇ કચાશ રહેવા દેશે નહિ.

તેમણે વધુમાં જણાવ્યું કે, 6 મહાનગરપાલિકાઓના મતદાતાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહના ગુજરાતને ભવ્ય વિજય અપાવેલો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એ ફરી વખત પૂરવાર કર્યુ છે.  ‘‘ગુજરાત મક્કમ ભાજપ સાથે અડીખમ’’ સુત્રને પણ સાર્થક કરી બતાવ્યું છે.

વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરોના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગું જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય આ વિજય અપાવીને પૂરો પાડયો છે.