અમદાવાદ,તા.૧૬
અમદાવાદ શહેરમાં આ વર્ષે તુટેલા રસ્તાઓ મામલે મેયર બિજલ પટેલની અધ્યક્ષતામાં બુધવારે વધુ ત્રણ ઝોનની રીવ્યુ બેઠક પુરી કરાઈ છે. શહેરમાં તુટેલા રોડ કોઈપણ સંજાગોમાં દિવાળી પહેલા રીપેર કરવા તંત્રને કડક તાકીદ કરાઈ છે.સાથે જ મેયરે અધિકારીઓને કહ્યુ,તમે નકકી ન કરતા.અમારા કોર્પોરેટર નકકી કરશે કે એને તેમના વોર્ડમાં કયાં રોડની જરૂર છે.
મેયર બિજલ રૂપેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મંગળવારે શહેરમાં તુટેલા રોડ મામલે ચાર ઝોનની રીવ્યુ બેઠક યોજાઈ હતી.બુધવારે વધુ ત્રણ ઝોનની રીવ્યુ બેઠક મેયર,પક્ષનેતા સહીત અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મળી હતી.સાત ઝોનની રીવ્યુ બેઠક પુરી થયા બાદ મેયરે અધિકારીઓને કડક તાકીદ કરતા કહ્યુ,મારે હવે કોઈ બહાનાબાજી ચલાવવી નથી.મટીરીયલ નથી કે બજેટ નથી એવા બહાના પણ નહીં ચલાવી લઉ.ઝોન કે પ્રોજેકટના નામે જા બહાના બતાવશો તો એ પણ નહીં ચાલવા દઉ.મારે કોઈપણ સંજાગોમાં અમદાવાદ શહેરના તુટેલા રસ્તાઓ દિવાળી પહેલા રીપેર થઈ જવા જાઈએ.તેમણે કહ્યુ,શહેરમાં નવા રોડ બનાવવાની પ્રાથમિકતા પણ તમે નકકી ન કરો.અમારા કોર્પોરેટરને ખબર છે એના વિસ્તારમાં કયાં રોડની જરૂર છે.
બે થી વધુ વખત અધિકારી ફોન ન ઉપાડે તો મેયર કે ડીવાયએમસીને જાણ કરો
મેયર બિજલ રૂપેશભાઈ પટેલે અધિકારીઓની રીવ્યુ બેઠકમાં ફરી એક વખત અધિકારીઓ દ્વારા કોર્પોરેટરના ફોન ન ઉપાડવા મામલે આકરા તેવર અપનાવતા કોર્પોરેટરોને કહ્યુ,કોઈપણ અધિકારી જા તમારો ફોન બેથી વધુ વખત ન ઉપાડે તો મેયર કે ડીવાયએમસીને જાણ કરો.એડીશનલ કક્ષાના ઈજનેરો ફોન ન ઉપાડે તો એની જવાબદારી ડીવાયએમસીની રહેશે.આસિસ્ટન્ટ સીટી ઈજનેર કે આસીસ્ટન્ટ ઈજનેર ફોન ન ઉપાડે તો મને જાણ કરો.