અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયાની ધરપકડ

પાટીદાર અનામત  આંદલનના નેતા અલ્પેશ કથિરીયાની સુરત પોલીસે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં હતો. મિત્રના લગ્નમાં તે હાજરી આપવા આવ્યા હતા. રજદ્રોહના કેસમાં શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે.

પાટીદારો પર વધું એક અન્યાય અમિત શાહના રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર કરી રહી છે. તેથી હવે ભાજપ પ્રેરિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાનો પાયો નાખવા માટે વડાપ્રદાન નરેન્દ્ર મોદી આવવાના છે તેનો વિરોધ અલ્પેશની ધરપકડ બાદ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. તે કાર્યક્રમમાં વડાપ્રદાન ન આવે તેવું દબાણ પણ પાટીદાર સમાજ તરફથી થઈ રહ્યું છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં વરાછા પોલીસે PAASના કન્વિનર અલ્પેશ કથિરીયાની અટકાયક કરીને તેને કોર્ટમાં રજુ કર્યો હતો. અલ્પેશ કથિરીયાની ગાડીને પોલીસે ક્રેન પર ચડાવતા સમગ્ર બબાલ શરૂ થઈ હતી. જે બાદમાં અલ્પેશે પોલીસ ઇન્સ્પેક્ટરે તેને લાફો માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

બાદમાં અટકાયત કરીને તેને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. વરાછા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશે હાજર એસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે ગેરવર્તન કરી તેમને અપશબ્દો કહ્યાં હતા. પોલીસ સાથે ગેરવર્તન બાદ પોલીસે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી માન્ય રાખીને અલ્પેશના જામીન રદ કરી દીધા હતા. ત્યારથી શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં હતો.

હાર્દિક બાદ અલ્પેશ નેતા

ગુજરાતમાં સાડાત્રણ વર્ષ પહેલા અનામત આંદોલન છેડી દેશભરમાં હીરો બની ગયેલા પાસના ક્ધવીનર હાર્દિક પટેલે  પાસના સહ ક્ધવીનર અલ્પેશ કથીરીયાની જેલમુકિત સમયે અચાનક જ હવે અનામત આંદોલનનો ચહેરો અલ્પેશ હશે તેવી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. હાર્દિકના બદલે બિનવિવાદાસ્પદ અને ધીરગંભીર અલ્પેશ કથીરીયાને વધાવી લીધેલ છે.

જેલમુક્તિ બાદ શું કહ્યું હતું

ભાજપ સરકારે અલ્પેશ કથિરિયાને આ અગાઉ જેલમાં ધકેલી દીધા હતા. મહિનાઓ પછી જ્યારે તેઓ છૂટ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, ખુબ મજબુતાઇથી અનામત આંદોલનને આગળ વધારવામાં આવશે. તેણે સાડાત્રણ મહિનાના જેલવાસ દરમિયાન થયેલા અનુભવોની પણ વાત કરી હતી. સરકારે ભલે ચાર વર્ષ પછી પકડયા હતા. સાડાત્રણ મહિના જેલની અંદર રાખ્યા હતા જેમાં તેને બધુ શીખ્વાનું મળ્યું હતું. ત્યાર પછી તે દબંગ બની ગયા હતા અને જેના લીધે યુવાનોમાં લોકપ્રિય બન્યા છે.
તેણે ત્યારે કહ્યું હતું કે, હજી સુધી અમારી કોઇપણ માંગણી સ્વીકારી નથી. સાડાત્રણ વર્ષથી અમારી અનામત અંગેની મહેનત ચાલુ છે અને જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આ લડાઇ ચાલુ રહેશે. સુરત આ આંદોલનનું એપી સેન્ટર બન્યું છે અને હવે ફરીથી ત્યાંથી જ લડાઇ શરૂ કરવામાં આવશે.

100 દિવસ જેલમાં રહ્યા

અલ્પેશ કથીરિયા 100 દિવસ જેલમાં રહ્યા હતા. મુક્તિને પાટીદારોએ એક ઉત્સવની જેમ વધાવી લીધો હતી. અલ્પેશ 100 દિવસ જેલ બાદ આંદોલનનો નવો ચહેરો બનીને બહાર આવ્યા હતા. હાર્દિકે જાહેરાત કરી હતી કે અનામત આંદોલનનો ચહેરો હવે અલ્પેશ હશે. પાસ સાથે મળીને આંદોલનને નવું સ્વરૂપ આપશે.
અલ્પેશ કથીરિયા શરુથી જ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા છે. 2015માં પણ તેની આગેવાનીમાં સુરતમાં ઐતિહાસિક રેલી નિકળી હતી. ત્યારથી આખા રાજ્યમાં અલ્પેશની નામના થઈ. જોકે સરકારે તેને કચડી નાંખવા  અલ્પેશના વિરુદ્ધ છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા ગુના નોંધાયા છે. 100 દિવસ પહેલા અમદાવાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. 26 ઓગસ્ટથી અલ્પેશ જેલમાં બંધ હતો.

એસ.પી.જી.ની જાહેરાત

એસ.પી.જી.નાં અધ્યક્ષ લાલજી પટેલે અલ્પેશ કથીરીયાના નેતૃત્વમાં અનામત આંદોલન નવેસરથી શરૂ કરવાની જાહેરાત કરી અલ્પેશનું નેતૃત્વ આવકારેલું હતું. પણ પાટીદારો વિશ્વ ઊમિયા ફાઉન્ડેશન કે જેમાં ભાજપના નેતાઓ છે. તેનો વિરોધ ચાલુ છે. આ સંસ્થાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પટેલે આંદોલનનું નેતૃત્વ છોડતા જ ઉમિયા સંસ્થાન પણ મેદાનમાં આવેલ છે તે બાબત સુચક માનવામાં આવે છે. સરદાર પટેલ સેવાદળ ગ્રુપ અધ્યક્ષ લાલજી પટેલે પણ અલ્પેશના નેતૃત્વ આવકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અનામત આંદોલન ટીમનો કેપ્ટન બદલાયો છે. કેપ્ટન બદલવાથી ટીમને નવો જુસ્સો મળશે. સરદાર પટેલ સેવાદળ ગ્રુપ પણ અલ્પેશ કથીરીયાની ટીમ સાથે જોડાશે. અલ્પેશ કથીરિયાએ લોકોનો વિશ્ર્વાસ જીત્યો છે.