બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત ૧૮,૩૩૪ લાભાર્થી-વિદ્યાર્થીઓને રૂા. ૭૨ કરોડની સહાય ચૂકવાઇ
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા રાજ્યના બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત ૧૮,૩૩૪ જેટલા લાભાર્થી-વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ થકી રૂા. ૭૨ કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં ભોજન સહાયની ૧૪,૬૫૧, ટ્યુશનની ૧,૪૩૦, કોચિંગ સહાયની ૫૦૪ અને સ્પર્ધાત્મક તાલીમ સહાયની ૧,૨૭૬ અરજીઓ મંજૂર કરી બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને માત્ર રૂ.22 કરોડ સહાય કરવામાં આવી છે. સરકારે વિદ્યાર્થી દીઠ સરેરાશ રૂ.12,200ની સહાય આપી છે. ઉપરાંત 10 ટકા શૈક્ષણિક અનામતમાં ગુજરાતમાં 82,899 વધારાની બેઠકો વધી છે. પાટીદાર અનામત આંદોલનના કારણે મધ્યમ વર્ગીય ગરીબ સમાજના રૂ.3500 કરોડની બચત થઈ શકે છે અને 10 વર્ષમાં કુલ 10 લાખ લોકોને ફાયદો થયો છે.
આમ અનામત આંદોલનના કારણે હવે 18 હજાર આર્થિક રીતે પછાત લોકોને ભાજપની રૂપાણી સરકારે સહાય આપવાની ફરજ પડી છે. જો આંદોલન થયું ન હોત તો 84 જ્ઞાતિઓના ગરીબ વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો ન હોત.
રૂ.50.32 કરોડ જેવી મોટી રકમ તો વિદેશ, વ્યવસાય પાછળ ખર્ચવામાં આવી છે.
આ વિવિધ યોજનાઓમાં ભોજન, ટ્યુશન, કોચિંગ અને સ્પર્ધાત્મક સહાય, વિદેશ લોન ઉપરાંત તાલીમ સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારની યોજનાનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૪.૫૦ લાખ તેમજ લોન માટે રૂા. ૬ લાખ નક્કી કરવામાં આવી છે. વિવિધ યોજનાઓમાં વ્યાજનો દર મહત્તમ ૫ ટકા રાખવામાં આવ્યો છે.
વિદેશ અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસની યોજના અતિ લોકપ્રિય નિવડી છે. આ યોજનામાં લોનના હપ્તાની ચૂકવણી વિદેશમાં અભ્યાસ કર્યા પછી એક વર્ષ નોકરી કર્યા બાદ ચૂકવવાની શરૂ થાય છે. જેમાં ૩૨૦ જેટલા
લાભાર્થીઓને રૂા. ૪૪.૭૨ કરોડની સહાય કરવામાં આવી છે.
શૈક્ષણિક અભ્યાસ યોજનાના ૧૦૫ જેટલા લાભાર્થીઓને રૂા. ૩.૫ કરોડની લોન સહાય તથા સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ ૪૮ જેટલા લાભાર્થીઓને રૂા. ૨.૧૦ કરોડની લોન સહાય આપવામાં આવી છે. તેમ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમે જાહેર કર્યું છે.
હાર્દિક પટેલે પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે 10 ટકા અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે. હાર્દિક પટેલે માત્ર પાટીદાર જ નહીં પણ તમામ 84 સવર્ણ ગરીબ સમાજને મોટો ફાયદો કરાવી આપ્યો છે. સરકારી નોકરીમાં 10 ટકા અનામત અમલી કરી છે. 10 ટકા લેખે વધતા 82,899 વધારાની બેઠકનો વધારો થયો છે. હાર્દિક પટેલે કરેલાં આંદોલનના કારણે મધ્યમ વર્ગીય ગરીબ સમાજના રૂ.3500 કરોડની બચત થઈ શકે તેમ છે.
10 વર્ષમાં લાખો લોકો ફાયદો લેશે
83 હજાર બેઠકો વધી, 10 વર્ષમાં 10 લાખ લોકોને મફત શિક્ષણ મળશે. 10 લાખ વિદ્યાર્થીઓ વધું ભણશે. સરકારમાં નોકરી આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ સામે ભાજપે પારાવાર આરોપો મૂક્યા છે. તેમના પર અનેક વખત હુમલા થયા છે. દુનિયાના સૌથી મોટા પક્ષ ભાજપની ગુજરાત અને કેન્દ્ર સરકારને એકલા વ્યક્તિએ પડકારી હતી. ત્યારે એવો પ્રચાર થતો હતો કે RSS ના દબાણના કારણે તમામ અનામત દૂર કરી દેવામાં આવશે. પણ રૂપાણી સરકારે દૂર કરવાના બદલે વધારો કરવાની ફરજ પડી છે. આમ હાર્દિક પટેલે અનેક પરિવર્તન 3 વર્ષમાં લાવી લીધા છે.