અમદાવાદ,તા:૨૮
રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરિને પણ નાદારી નોંધાવી છે. રિલાયન્સ મરિન પર હાલમાં બજારમૂલ્ય કરતાં 10 ગણા જેટલું દેવું બોલે છે, કહીએ તો રૂ.1000 કરોડનું દેવું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ મરિન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડીયરી કંપની છે.
રિલાયન્સ મરિનના ઋણદાતાઓમાં IFCI અને NBFC પણ સામેલ છે, આ કંપનીઓએ 2017માં નાદારી પ્રક્રિયા માટે અરજી કરી હતી, જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. ઉપરાંત IDBIએ 2018માં કંપની વિરુદ્ધ NCLTમાં નાદારી પ્રક્રિયા માટે અરજી કરી હતી. સાર્વત્રિક રીતે જોવા જઈએ તો કંપની પાસે લેણદારોના આશરે 90.37 અબજ રૂપિયા બાકી છે, જેમાંથી IDBIની મોટાભાગની ભાગીદારી છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયકરિંગે ભારે આગ્રહ રાખવા છતાં રેટિંગની સમીક્ષા માટે જરૂરી જાણકારી આપી નહોતી, જેથી તેના રેટિંગની કોઈ સમીક્ષા કરાઈ નથી. 2015માં અનિલ અંબાણીએ પિપાવાવ ડિફેન્સને ખરીદી હતી, અને સરકાર પાસેથી કોન્ટ્રાક્ટની આશા રાખતાં રિલાયન્સ નેવલ નામ રાખ્યું હતું, રિલાયન્સ નેવલ પાસે નેવીના 2500 કરોડના કોન્ટ્રાક્ટ હતા, જેની સમયમર્યાદા 4 વર્ષ નક્કી કરાઈ હતી.