અનિલ અંબાણીની રિલાયંસને રાજકોટ એર પોર્ટનો ઠેકો

રાજકોટનું રૂ.800 કરોડનું નવું એર પોર્ટ બનાવવાનું કામ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવી દેવામાં આવ્યું છે. જે અંગેના 8 ટેન્ડર આવ્યા હતા. આ કામ અનિલ અંબાણીની કંપનીને આપી દેવામાં આવ્યું છે. તેને બનાવતાં અઢી વર્ષ લાગશે. 2017માં તેનું ખાતમૂહુર્ત થયું હતું.  સરકારે રૂ.800 કરોડ નક્કી કર્યા હતા પણ ડૂબી રહેલી અનિલ અંબાણીની કંપનીએ તે રૂ.650 કરોડ ભર્યા હતા. તેમણે રૂ.150 કરોડ ઓછા ભર્યા હતા. આમ તેનો ઓછો ભાવ આવતાં તેમને કામ સોંપવામાં આવ્યું હતું. લશ્કર અને એરપોર્ટના મોટા કામ હવે અનિલ અંબાણીની કંપનીઓને મળી રહ્યાં છે. રિલાયંસ ઉપરાંત દિલીપ બીલ્ડકો-660 કરોડ, પીએનલીએ 771 કરોડ, ઓશોક બિલ્ડકો 784 કરોડ, એલ.એન.ટી. 840 કરોડ, આર્યન ટ્રાએન્ગલ રૂ.900 કરોડ અને બીએસસી પ્રા.લી રૂ.1150 કરોડ ભાવ ભર્યો હતો. રાજકોટ નજીકના હિરાસર પાસે નવું હવાઈ મથક બનવાનું છે તેમાં પ્રથમ બબક્કામાં રિટર્નિંગ વોલ, જમીન લેવલીંગ, ટર્મિનલ બાંધરાવાનો સમાવેશ થાય છે. 2500 એકર જમીન પર આ કામ થશે. રાજ્ય સરકારે જમીનનો કબજો એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આપી દીધો છે. તેના ઉપર 4 લાખ ચોરસ મીટર જમીન સંપાદન કરાઈ છે. જેમાં હિરાસર દામની 17 સરવે નંબર છે. સુરેન્દ્રનગરના ચોટિયા તાલુકાના ગારીડા અને ડોસલીઘુનો સમાવેશ થાય છે. ખેડૂતોની જમીન તેમાં સારી એવી ગઈ છે. ઉપરાંત જંગલ ખાતાની જમીન 1700 એકર જેટલી ગઈ છે. જે સૌથી વધું છે. તે જમીનના બદલામાં કચ્છમાં વન વિભાગને જમીન આપવામાં આવશે.

19 નવેમ્બર 2016માં સરકારમાં પહેલી દરખાસ્ત મોકલવામાં આવી હતી. 2 માર્ચ 2017માં સરકારની મૌખિક મંજૂરી મળી અને 28 માર્ચ 2017માં રાજકોટ કલેક્ટરે વન સિવાયની જમીન સોંપી દીધી હતી. 3 મે 2017થી 21 સપ્ટેમ્બર 2017 સુધીમાં ગુજરાત સરકારના તમામ વિભાગની મંજૂરી મળી ગઈ હતી.

શા માટે રાજકોટ, ધોલેરા કેમ નહીં

સૌરાષ્ટ્રના 10 જિલ્લાના લોકોને વિદેશ જવું હોય તો અમદાવાદ કે મુંબઈ થઈને જવું પડે છે. રાજકોટના રોજ એક હજાર આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફર અમદાવાદ આવતાં હોવાનું અનુમાન છે. એટલે કે રોજના એક હજાર લોકો માટે આ એરપોર્ટ બની રહ્યું છે. રાજકોટથી 20 કિલોમીટર દૂર અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગામ નજીક બનશે. સરકારી ખરાબા આસપાસ  આવેલી 150 એકર નકામી જમીન સોનાની લગડી સાબિત થાય તેમ છે. આ જમીન ભાજપ સાથે સંકળાયેલા મોટા માથાઓની હોવાની વિગતો સાંપડે છે. હાલનું હવાઈ મથક રાજકોટમાં જામનગર રોડને અડીને 250 એકર જમીનમાં આવેલું છે, ત્યાં આંતરરાષ્ટ્રીય પ્લેન માટે રન-વે ટૂંકો પડે છે.  ધોલેરામાં એર પોર્ટ બનાવવા માટે ગુજરાત સરકારે ક્યારનું એ જાહેર કર્યું છે પણ ત્યાં કોઈક અગમ્ય કારણોસર ઢીલ કરવામાં આવી રહી છે. અમદાવાદનું એર પોર્ટ પણ હવે નાનું પડવા લાગ્યું છે. તેથી ધોલેરામાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અમદાવાદ માટે એરપોર્ટ બનાવવાનું છે. પણ ત્યાં હજુ સુધી કોઈ ટેન્ડર પણ આપી શકાયું નથી. તેની પાછળ નિષ્ણાંતો કહે છે કે, ત્યાં એર પોર્ટ બની શકે તેમ નથી. તેથી રાજકોટનું તાકીદે નક્કી કરી દેવામાં આવ્યું છે.