અબજોના બેનામી વ્યવહારો ઝડપાયા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં થતી કરચોરી રોકવા માટે આઈટી ટીમ દ્વારા સતત ઓપરેશન કરવામાં આવતા હોય છે જેમાં આજે સવારથી રાજકોટ આઈટી કમિશ્નરના માર્ગદર્શન હેઠળની ટીમે સર્ચ ઓપરેશન શરુ કર્યું હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી મળી છે

રાજકોટ આઈટી વિભાગના કમિશ્નર ગોપીનાથના માર્ગદર્શન હેઠળની ટીમોએ આજે મોરબીમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું છે જેમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની કેપ્શન,કોરલ, કલે સ્ટોન અને સ્પ્રે ડાયરમાં કમિશનર ગોપીનાથ સહિતની ટીમોએ સર્ચ ઓપરેશન શરુ કર્યાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે જે સ્થળોએ હિસાબી સાહિત્ય સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે તો સર્ચ ઓપરેશન બાદ બેનામી હિસાબો મળ્યા કે કેમ તેની સત્તાવાર માહિતી કચેરી દ્વારા પ્રાપ્ત થઇ સકે છે હાલ આઈટીના સર્ચ ઓપરેશનને પગલે કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

ટ્રાન્સપોર્ટરોને ત્યાં જીએસટીના દરોડા

Jan 6, 2019 મોરબીની બે સિરામિક કંપનીના વિવિધ ઠેકાણા પર ત્રણ દિવસ સુધી લાગલગાટ ચાલેલ સર્ચ ઓપરેશનમાં કરોડોના નહિ પરંતુ અબજોના બિનહિસાબી વ્યવહારો ખુલવા પામ્યા છે ત્યારે તમામ સાહિત્ય કબજે લઈને આઈટી વિભાગની ટીમે હવે આ વ્યવહારોની તપાસ આદરી છે તો સિરામિકમાં આઈટીના સર્ચ ઓપરેશન બાદ ટ્રાન્સપોર્ટરોને ત્યાં જીએસટીના દરોડાથી કરચોરોમાં દોડધામ મચી છે

મોરબીના કોરલ સિરામિક અને કેપ્શન સિરામિક સહિતની ફેક્ટરી સહિતના વિવિધ સ્થળોએ આઈટીની અનેક ટીમોએ ત્રણ દિવસ સુધી ચલાવેલા ઓપરેશનમાં ૪.૮ કરોડની રોકડ ઉપરાંત ૨૬ બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે તો ત્રણ દિવસના અંતે કુલ ૧૦૦ કરોડ જેટલો બિનહિસાબી વ્યવહાર અંગે ખુલાસો થયો છે જેમાં સોશ્યલ મીડિયા મારફત વિવિધ વ્યવહારો થયા હોય જે લેણદેણની વિગતો સહિતના મેસેજ વાળા મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે તો આઈટીની ટીમે હવે અબજોના બિનહિસાબી વ્યવહારોની તપાસ માટે ધમધમાટ શરુ કર્યો છે અને સર્ચ ઓપરેશન પૂર્ણ થવા આવ્યું છે જોકે અબજોના વ્યવહારોની તપાસમાં આઈટીની ટીમોને વ્યાપક તપાસ કરવી પડશે તો મોરબીના સિરામિક એકમોમાંથી કરોડોની ટેક્સ ચોરી ઝડપાઈ જતા હજુ આવી કાર્યવાહી સતત ચાલુ રહે તેવા ભયથી અનેક ઉદ્યોગપતિઓ ફફડી રહ્યા છે

મોરબીમાં ૧૦ ટ્રાન્સપોર્ટરોને ત્યાં જીએસટી ટીમ ત્રાટકી

મોરબીના સિરામિક એકમોની કરચોરી ઝડપી લેવા આઈટી વિભાગના મેગા ઓપરેશનની પુર્ણાહુતી પૂર્વે જ જીએસટી ટીમ મોરબીમાં ત્રાટકી હતી જેમાં ૧૦ જેટલા ટ્રાન્સપોર્ટરોને ત્યાં હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી હતી અને કરચોરી પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે