અમદાવાદના કરોડપતિઓની મોંઘી મિલકતોનો અબજોનો વેરો બાકી, પ્રજાના પૈસે તાગડધીન્ના કરાવતો ભાજપ

અમદાવાદ : સામાન્ય નાગરીક કરની રકમ ન ભરે તો નળ અને ગટરના જાડાણો કાપી લેવાય છે. ૧૮ ટકા વ્યાજની વસુલાત કરાય છે. વેરા વસૂલી માટે ટીસીએસ(ટાટા કન્સલ્ટન્સી સર્વિસ)ને કામ આપવામાં આવેલું છે. પણ અમદાવાદ મહાનગરપાલિકા – અમપાનું વેરા ખાતુ નામદાર લોકોના બાકી વેરાની વસુલાત કરતું નથી. બંધ મિલો,પશ્ચિમ રેલવે,રાજય અને કેન્દ્ર સરકારની મિલ્કતોનો લાખો રૂપિયાની બાકી રકમનો વેરો વસુલવાનો બાકી છે. રૂ.22 લાખનો મિલકત વેરો બાકી હોય એવી મિલકતની હરાજી કરવાનું એપ્રિલ 2019માં નક્કી કરાયું હતું. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાની આ કાર્યવાહી દરમિયાન BSNLની ગુલબાઈ ટેકરા, સીજી રોડ અને નારણપુરા ખાતે આવેલી ત્રણ કચેરી સીલ કરવામાં આવી હતી.

22 લાખ મિલકત વેરો બાકી હોય તેવી 2016માં મિલકત વેરા વસુલવા 556 મિલકતોને સીલ કરી દેવાઈ હતી. નવા પશ્ચિમ ઝોન ૧૫૪, પશ્ચિમ ઝોનમાં ૧૪૧, પૂર્વ ઝોનમાં ૩૮, મધ્‍યઝોનમાં ૯૨, ઉત્તર ઝોનમાં ૮૫, બોડકદેવમાં ૩૨, જોધપુરમાં ૪૭, સોલામાં ૨૫ મિલકતો સીલ કરાઈ હતી.

કોનો કેટલો વેરો બાકી

નામ રકમ રકમ

૧.કેલીકો પ્રિન્ટીંગ ૧૯,૫૯,૩૯,૯૪૨

૨.ન્યુ ગુજરાત સિન્થેટીક ૯,૦૨,૧૮,૩૪૯

૩.ડીવી.રેલવે(પશ્ચિમ) ૮,૮૭,૭૯,૫૯૪

૪.પ્રસાદ મીલ ૬,૯૮,૪૪,૮૦૬

૫.ગુજરાત ટેકસટાઈલ ૩,૩૩,૦૫,૩૩૦

૬.ગુજરાત જીનીંગ ૨,૯૦,૩૭,૫૨૬

૭.કોમર્શિયલ મીલ ૨,૩૮,૫૬,૫૭૪

૮.સિવિલ  હોસ્પિટલ ૨,૨૮,૧૪,૮૩૯

૯.ગુજરાત જીનીંગ ૧,૭૫,૬૯,૨૫૮

૧૦.બીબીસી માર્કેટ ૧,૩૮,૦૮,૪૧૨

૧૧.ગુજરાત જીનીંગ ૧,૨૪,૨૩,૩૧૯

૧૨.ડી.રેલવે(પાર્કીંગ) ૧,૧૭,૯૨,૮૫૧

૧૩.ગુજરાત જીનીંગ ૧,૧૩,૨૩,૪૯૫

૧૪.રજીસ્ટાર(સ્ટેટ) ૧,૦૦,૪૨,૨૫૩

૧૫.અરૂણ પ્રતાપ(પાર્કીંગ) ૯૯,૫૦,૦૮૩

૧૬.ગુજરાત જીનીંગ ૯૧,૯૧,૫૫૧

૧૭.એનટીસી ૮૮,૫૯,૭૯૬

૧૮.પી.એન્ડ ટી. ૮૨,૩૯,૨૦૩

૧૯.કે.બી.કોમર્શિયલ ૭૭,૭૨,૯૯૧

૨૦.ધનલક્ષ્મી માર્કેટ ૭૬,૯૮,૧૩૧

૨૧.ભવરલાલ કાલુજી ૭૬,૭૭,૪૮૦

૨૨.નટવરલાલ(દાણાપીઠ) ૭૬,૪૩,૫૪૧

૨૩.ગુજરાત જીનીંગ ૭૦,૯૧,૬૩૬

૨૪.હોટલ કેપ્રી(રીલીફરોડ) ૬૭,૨૭,૨૫૬

૨૫.જયુબીલી મીલ ૬૪,૯૧,૩૨૩

૨૬.પાર્વતી હોસ્પિટલ ૬૪,૩૪,૩૭૦

૨૭.એસઆરપી ટ્રેનીંગ ૫૪,૫૧,૪૫૪

૨૮.હર્ષવદન મંગળદાસ ૫૩,૭૪,૫૦૪

૨૯.ગુજરાત જીનીંગ ૫૩,૫૩,૨૯૯

૩૦.મેન્ટલ હોસ્પિટલ ૫૩,૫૨,૯૬૯

૩૧.સેક્રે.જીએસઆરટીસી ૫૨,૬૫,૩૮૭

૩૨.રવિ ચેમ્બર ૫૧,૯૭,૬૦૯

૩૩.ભોગીલાલ(હોસ્પિટલ) ૫૦,૫૭,૮૯૮

વેરાની આવક

ર૦૧૮-૧૯માં મિલકત વેરા પેટે રૂ.૯પ૧ કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષ 2019-20ના સાડા છ મહિનામાં જ મિલકત વેરાની આવક રૂ.૭૦૩ કરોડ થઈ છે. ગત વર્ષની તુલનાએ કુલ આવકના લગભગ ૭પ ટકા આવક તંત્રને થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે રૂ.૧૦પ૦ કરોડની આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

મધ્ય ઝોનમાં રૂ.૧૦૮.૩૮ કરોડ, ઉત્તર ઝોનમાં રૂ.૩૭.૦૭ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ.૩૯.૬૮ કરોડ, પૂર્વ ઝોનમાં રૂ.૮૭.૬૬ કરોડ,પશ્ચિમ ઝોનમાં રૂ.ર૦૩.૯૮ કરોડ, ઉતર-પશ્ચિમ ઝોનમાં રૂ.૧ર૯.૪૬ કરોડ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ.૧૦ર.રર કરોડની આવક થઈ છે.

ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણીનું કામ ચાલી રહ્યું હોવાથી હજી વેરા બીલ અપાયા નથી. રીબેટ અને ખાલીબંધ યોજના બંધ કરી હોવા છતાં મિલકત વેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વરસે દિવાળી પહેલાં જ સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેનો વ્યાપક વિરોધ થયો હતો. પૂર્વ મેયર ગૌતમ શાહ દ્વારા વર્ષ 2011-12થી વર્ષ 2015-16નો મિલકત વેરો ભરવાનો બાકી હતો.