અમદાવાદના ગોતામાં આગ, 30 ફસાયા

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જીનેસીસ રેસીડેન્સમાં બપોરના સુમારે પાંચમા  માળે ગેસનો બાટલો ફાટતા ભીષણ આગ લાગી હતી. આ આગ છેક છઠ્ઠા માળે પહોંચી જતા ત્રીસથી  વધુ લોકો ફસાયા હતા. આગની ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવ્યા બાદ એક કલાક બાદ ઘટના સ્થળે પહોંચી હતી. દસથી વધુ વાહનો સાથે પહોંચેલા ફાયરના કાફલાની સાથે લઈ જવામાં આવેલુ હાઈડ્રોલિક પ્લેટફોર્મ કાર્યરત ન થઈ શકતા ફસાયેલા લોકો બચવા માટે ગેલેરીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા.

30ને બચાવાયા

આગમાં ફસાયેલા પૈકી 30 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.આ સાથે ફાયર ઓફીસર બેભાન થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં એક વ્યકિતનું મોત થવા પામ્યુ છે. ત્રીસ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સાત લોકોને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.